એશા દેઓલે અમીષા પટેલનો રોલ છીનવી લીધો? અમીષાના આરોપનો એશાએ આપ્યો આ જવાબ…

મુુંબઈ: પોતાની પહેલી જ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી ભારતભરના દિલમાં વસી ગયેલી અને ‘ગદર’ જેવી ફિલ્મોથી લોકપ્રિયતાના શિખરે પહોંચી ગયેલી અભિનેત્રી અમીષા પટેલે હાલમાં જ એક આરોપ લગાવ્યો હતો જેની ખૂબ ચર્ચા થઇ હતી. પોતાના ‘ગદર’ ફિલ્મના સહ-અભિનેતા તેમ જ ફિલ્મના હિરો સન્ની દેઓલની બહેન એશા દેઓલ ફિલ્મમાંથી પોતાનો રોલ છીનવી લેતી હોવાનો આરોપ અમીષા પટેલે કર્યો હતો. અમીષાએ કરીના કપૂર પર પણ તે ફિલ્મો છીનવી લેતી હોવાનો આરોપ મૂક્યો હતો.
આ પણ વાંચો: Malaika Aroraએ કચરો ઉઠાવીને ડસ્ટબિનમાં ફેંક્યો, ટ્રોલ કરીને પૂછ્યા સવાલ?
જોકે આ આરોપ પર પ્રતિક્રિયા આપતા એશા દેઓલે આ આરોપ ફગાવી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે ‘ગદર-2’ ફિલ્મના પ્રમોશન દરમિયાન અમીષાએ કરીના કપૂર અને એશા દેઓલ પર પોતાની ફિલ્મો છીનવી લેતા હોવાની વાત કહી હતી. અનેક કલાકારો પોતાનાથી ઇર્ષ્યા કરતા હોવાનું પણ અમીષાએ એ વખતે કહ્યું હતું.
જોકે એશા દેઓલે અમીષાના આરોપો પર આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું અને આરોપો ફગાવતા કહ્યું હતું કે શું તેણે એવું કહ્યું? જોકે મારા વિચારો ખૂબ જ અલગ છે. મારા ખ્યાલથી અમે બધા અમને આપવામાં આવેલા કામોમાં ખૂબ જ વ્યસ્ત હતા. બધી જ છોકરીઓ સાથે ત્યારે મારી સારી મિત્રતા હતી અને કોઇએ પણ કોઇનો રોલ છીનવ્યો નથી. એ દિવસોમાં બધા જ પાસે કામ રહેતું હતું. એવું કોઇપણ નહોતું જેની પાસે કામ ન હોય. બધા જ કામ કરી રહ્યા હતા અને કોઇપણ એવું નહોતું જે કામ વગર બેઠું હોય.
આ પણ વાંચો: Malaika Aroraએ કચરો ઉઠાવીને ડસ્ટબિનમાં ફેંક્યો, ટ્રોલ કરીને પૂછ્યા સવાલ?
‘ગદર-2’ ફિલ્મના પ્રમોશન વખતે અમીષાએ કહ્યું હતું કે હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે કોઇને કોઇ અભિનેતા કે નિર્માતાના સંતાન ડેબ્યુ કરી રહ્યા હતા. તુષાર કપૂર, અભિષેક બચ્ચન, ફરદીન ખાન, કરીના કપૂર, હૃતિક રોશન. જ્યાં મોઢું ફેરવો ત્યાં કોઇને કોઇ સ્ટાર કિડ્સ જ દેખાતા. હું દક્ષિણ મુંબઈને એક દંભ તરીકે જોતી હતી. હું એક એજ્યુકેટેડ આઉટસાઇડર હતી. હું સેટ પર વધુ ચૂપ રહેવાનું પસંદ કરતી. હું ગોસિપ નહોતી કરતી એટલે મને આઉટસાઇડર કહેવામાં આવી હતી કારણ કે મેં વાંચવાને વધુ મહત્ત્વ આપ્યું.