ટીવી એક્ટ્રેસ Erica Fernandezએ શેર કર્યા એવા ફોટો કે…
ટીવી એક્ટ્રેસ Erica Fernandez ઈન્ડસ્ટ્રીની એક ખૂબ જ જાણીતી અને ચર્ચિત એક્ટ્રેસમાંથી એક છે. પોતાના શો સિવાય પણ એક્ટ્રેસ અન્ય સેલિબ્રિટીઓની જેમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હાલમાં પોતાના સોશિયલ મીડિયા પર Erica Fernandezએ એવા ફોટો શેર કર્યા હતા કે ફેન્સના દિલની ધડકનો વધી ગઈ હતી અને તેઓ પરસેવો પરસેવો થઈ ગયા હતા. આવો જોઈએ કે આખરે શું ખાસ છે Erica Fernandezના ફોટોમાં…
વાત જાણે એમ છે કે અવારનવાર પોતાના બોલ્ડ, બ્યુટીફૂલ અને ગ્લેમરસ ફોટો પોસ્ટ કરનારી Erica Fernandezએ આ વખતે પોતાના બિકીની લૂકના ફોટો એકાઉન્ટ પરથી શેર કર્યા છે. શેર કર્યાની ગણતરીની મિનિટોમાં જ આ ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ ગયા હતા.
પોસ્ટ કરેલાં ફોટોમાં Erica Fernandez બિકીની પહેરીને કાતિલાના પોઝ આપતી જોવા મળી રહી છે. બિકીનામાં એરિકા એકદમ હોટ એન્ડ બ્યુટીફૂલ લાગી રહી હતી. એરિકાનો આ હોટ અવતાર જોઈને ફેન્સની હાર્ટબીટ એકદમ ફાસ્ટ થઈ ગઈ હતી અને લોકો તેના ફોટો પરથી નજર હટાનવી શક્યા નહોતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ 2016થી લઈને 2021 સુધી કુછ રંગ પ્યાર કે ઐસે ભી નામની ટીવી સિરીયલમાં જોવા મળી હતી અને આ જ દરમિયાન કે કસૌટી ઝિંદગી કીની બીજી સિઝનમાં પણ 2018-2020 દરમિયાન ડોવા મળ્યા હતા. એરિકાએ પોતાના શરૂઆતના દિવસોમાં મોડેલિંગ પર પણ હાથ અજમાવ્યો હતો.