નેશનલમનોરંજન

Amitabh Bachchan પર આખા ભારતને ગર્વ છે… Jaya Bachchanને કહ્યું Sorry મને ખબર નહોતી…

હાલમાં બચ્ચન પરિવાર બે કારણોસર વધારે લાઈમલાઈટમાં આવ્યું છે એક તો અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) વચ્ચે ચાલી રહેલાં ખટરાગને કારણે અને બીજું એટલે રાજ્યસભામાં જયા બચ્ચન (Jaya Bachchan)ના કારણે. રાજ્યસભામાં પતિ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નું નામ જોડવામાં આવતા જયાનો ગુસ્સે થવાનો સિલસિલો હજી ચાલું જ છે. આજે આ જ સિલસિલામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જયા બચ્ચનને આડે હાથ લઈ નાખતા અમિતાભ બચ્ચન પર આખા દેશને ગર્વ છે એવું કહીને તેમની બોલતી બંધ કરાવી દીધી હતી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં ધનખડે જયા બચ્ચનને નામ બદલવાની સલાહ પણ આપી દીધી હતી. સોમવારે રાજ્યસભામાં જગદીપ ધનખડે જયા બચ્ચનને સંબોધતા કહ્યું હતું કે સપ્લિમેન્ટ્રી નંબર 4 શ્રીમતી જયા અમિતાભ બચ્ચન… આટલું સાંભળીને જ જયા બચ્ચન પોતાની સીટ પરથી ઊભા થઈ ગયા અને તેમને સવાલ કર્યો કે સર તમને અમિતાભનો અર્થ ખબર છે? જેના જવાબમાં સભાપતિએ કહ્યું કે માનનીય સદસ્યગમ જે નામ ઈલેક્શન સર્ટિફિકેટમાં આવે છે અને અહીં જમા કરાવવામાં આવે છે એમાં ફેરફાર કરવાની પ્રક્રિયા છે. મેં ખુદ 1989માં આ પ્રક્રિયાનો લાભ ઉઠાવ્યો હતો. આ પ્રક્રિયા દરેક સભ્યને જણાવવામાં આવી છે.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચને કેમ કહ્યું કે I am feeling helpless

સભાપતિનો આ રવૈયો જોતા અત્યાર સુધી પતિનું નામ જોડવામાં આવતા ભડકી ગયેલાં જયા બચ્ચને યુ ટર્ન મારતા કહ્યું નહીં સર મને મારા નામ, પતિના નામ બંને પર ગર્વ છે. મને મારી પતિની ઉપલબ્ધિઓ પર પણ ગર્વ છે. તેમના નામનો અર્થ થાય છે એવી આભા કે જે ક્યારેય ભૂંસી શકાતી નથી. હું ખૂબ જ ખુશ છું… આ સાંભળીને ઉપરાષ્ટ્રપતિએ જયા બચ્ચનને બેસી જવા કહ્યું અને 2004નો પોતાનો ફ્રાન્સ વિઝિટનો કિસ્સો શેર કર્યો હતો.



સભાપતિએ ગૃહમાં જણાવ્યું કે હું એક વખત ફ્રાન્સ ગયો હતો અને ત્યાંની એક હોટેલમાં મેનેજમેન્ટ દ્વારા મને જણાવવામાં આવ્યું કે અહીં દરેક ગ્લોબલ આઈકોનના ફોટો લગાવવામાં આવ્યા છે. હું પગથિયા ચઢીને ઉપર ગયો ત્યારે મેં જોયું કે ત્યાં અમિતાભ બચ્ચનનો ફોટો પણ લગાવવામાં આવ્યો હતો. આ ઘટના 2004ની છે. મેમ, અમિતાભ બચ્ચન પર આખા દેશને ગર્વ છે.

ત્યાર બાદ જયા બચ્ચન હરિયાણાના ભૂતપૂર્વર મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર સામે ઈશારો કરતાં રહ્યું કે સર એમના નામની આગળ પણ એમની પત્નીનું નામ લગાવી દો. હું આની વિરુદ્ધ નથી પણ આ ખોટું છે. જયા બચ્ચનની આ દલીલનો જવાબ આપતા જગદીપ ધનખડે જણાવ્યું કે કેટલીય વાર હું મારી ઓળખાણ ડો. સુદેશના પતિ તરીકે આપું છું. હું હંમેશા તમારી લાગણી, ભાવનાનો આદર કરું છું. આખરે જયા બચ્ચને તેમની માફી માંગી હતી અને કહ્યું સોરી સર મને ખબર નહોતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાય દિવસથી આ મુદ્દો રાજ્યસભામાં ખૂબ જ ગાજી રહ્યો છે અને દરેક વખતે જયા બચ્ચન બિનજરૂરી દલીલ કરતાં જોવા મળે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…