મનોરંજન

અમિતાભ બચ્ચને કેમ કહ્યું કે I am feeling helpless

બોલીવૂડના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચન Amitabh Bachhanપોતાની કરિયરમાં જેટલા છાપે નથી છપાયા તેટલા હાલમાં છપાઈ રહ્યા છે અને વંચાઈ રહ્યા છે. 81 વર્ષે પણ અવિરત કામ કરતા બીગ બી હાલમાં પારિવારિક ઉથલપાથલના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને તેમની એક એક પોસ્ટ જાણે તેમના દિલનું દર્દ વર્ણવતી હોય તેમ લાગી રહ્યું છે.

કોઈપણ ઘરના મોભીની જેમ પોતાના પરિવારનો વિંખાતો માળો જોવો બીગ બીને પણ નહીં જ ગમતો હોય. એકના એક પુત્રનું 17 વર્ષનું લગ્નજીવન સંકટમાં આવી ગયું હોય તો સ્વાભાવિક રીતે બાપને દુઃખ થાય જ. (Abhishek-Aishwarya relationship)

આ પણ વાંચો : ફરી એક વખત Shweta Bachchanએ દેખાડ્યું પોતાનું નણંદપણું, Aishwarya માટે કહ્યું…

આવા કપરા સમયે પણ કામ કરતા અમિતાભે ગઈકાલે એક પોસ્ટ કરી હતી જે વાયરલ થઈ હતી ત્યારે ફરી તેમની આજની પોસ્ટ પર વાયરલ થઈ રહી છે. આ બન્ને પોસ્ટ તેમણે તેમના આવનારા ક્વિઝ શૉ કૌન બનેગા કરોડપતિ-સિઝન 16 માટે કરી છે, પરંતુ હાલમાં તેમની રિયલ લાઈફ સાથે પણ તેને સાંકડવામાં આવી છે. આજની પોસ્ટમાં બીગ બીએ લખ્યું છે કે હું મારી જાતને લાચાર કે અસહાય અનુભવી રહ્યો છું. આમ લખવા પાછળ તેમણે એમ જણાવ્યું છે કે કેબીસીમાં જ્યારે ખૂબ જ સંઘર્ષ કરતા લોકો ભાગ લેવા આવે છે ત્યારે તેમની સંઘર્ષકથાઓ સાંભળી દુઃખ થાય છે અને હું મારી જાતને અસહાય અનુભવું છું. આ સાથે તેમણે એમ પણ લખ્યું છે કે આટલી મુશ્કેલીભરી જિંદગી જીવતા હોવા છતાં હૉટ સિટ પર તેઓ સ્મિત સાથે બેસે છે તેમનું આ સ્મિત અમને ઓગાળી દે છે. તેમનો સંઘર્ષ અમને આશ્ચર્યચક્તિ કરી દે છે. અમે તેમને મદદ કરવાની પણ પૂરી કોશિશ કરીએ છીએ.

બીગ બીએ ભલે આ પોસ્ટ કેબીસીને અનુલક્ષીને લખી હોય, પણ દીકરા-વહુના વણસેલા સંબંધોને સુધારવા માટે પણ તેઓ પોતાની જાતને અસમર્થ અનુભવતા હશે. ઐશ્વર્યા અને અભિના સંબંધો આખા પરિવાર માટે હાલમાં એક ભાવનાત્મક મુદ્દો બની રહ્યો છે. તાજેતરમાં જ એશ અમેરિકાથી પાછી ફરી અને દીકરી આરાધ્યા સાથે જોવા મળી હતી. જોકે અંબાણી પરિવારના લગ્ન સમારોહમાં બચ્ચન પરિવારમાં આવેલી આ તિરાડ સૌને સાફ દેખાઈ છે અને હવે આ કપલ સત્તાવાર રીતે પોતાના સંબંધો વિશે શું કહે છે તેના પર સૌની નજર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ