International Emmy Awards: અનિલ કપૂરની ‘ધ નાઈટ મેનેજર’ બેસ્ટ ડ્રામા સિરીઝનો જાદુ ચાલ્યો નહીં…

એમી એવોર્ડ એ મનોરંજન જગતનો સૌથી મોટો એવોર્ડ છે. આ એવોર્ડ ફંક્શનમાં દરેક કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે, પરંતુ આ વખતની ગ્રાન્ડ ઈવેન્ટમાં ભારતીય સિરીઝ જાદુ કરવાની અપેક્ષા હતી. બેસ્ટ ડ્રામા સિરીઝમાં અનિલ કપૂરના અભિનયવાળી સિરીઝ નોમિનેટેડ હતી, પરંતુ એવોર્ડ મેળવી શકી નથી.
અલબત્ત, એમી એવોર્ડ 26 નવેમ્બર, 2024થી ન્યૂ યોર્ક સિટીના ન્યૂયોર્ક હિલ્ટન મિડટાઉન ખાતે શરૂ થયો છે. આ એવોર્ડ કોમેડિયન અને એક્ટર વીર દાસ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે ઈતિહાસમાં પહેલીવાર કોઈ ભારતીયે આટલા મોટા એવોર્ડ્સ સમારંભનું આયોજન કર્યું હોય એવું પહેલી વખત બન્યું છે. વીર દાસે ગયા વર્ષે ઈન્ટરનેશનલ એમી એવોર્ડ પણ જીત્યો હતો.
આ વખતે ભારતીય વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ને બેસ્ટ ડ્રામા સિરીઝ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. આદિત્ય રોય કપૂર અભિનિત સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ એમી એવોર્ડ્સમાં સોલો એન્ટ્રી હતી. સંદીપ મોદી અને પ્રિયંકા ઘોષ દ્વારા દિગ્દર્શિત, વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ જોન લે કેરેની નવલકથા અને બ્રિટિશ શો ‘ધ નાઈટ મેનેજર’ની હિન્દી આવૃતિ છે.
આ સિરીઝમાં અનિલ કપૂર સાથે આદિત્ય રોય કપૂર અને શોભિતા ધુલીપાલા જેવા કલાકારો જોવા મળે છે. આ શ્રેણી 2016ની બ્રિટિશ શ્રેણી ‘ધ નાઈટ મેનેજર’ની હિન્દી રિમેક છે. કમનસીબે તે બેસ્ટ ડ્રામા સિરીઝ કેટેગરીમાં એવોર્ડ ચૂકી ગઈ છે.
બેસ્ટ ડ્રામા સિરીઝનો એવોર્ડ ફ્રેન્ચ શ્રેણી ‘લેસ ગાઉટ્ટેસ ડી ડીયુ’ (ડ્રોપ્સ ઓફ ગોડ) ને ફાળે ગયો છે. આ પહેલા શેફાલી શાહ અભિનીત ભારતીય વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ’ સીઝન 1 શ્રેષ્ઠ ‘ડ્રામા સિરીઝ’ (2020) માટે આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ જીતી હતી.
આ પણ વાંચો…Viral Video: ડિવોર્સની અફવા વચ્ચે ઈજ્જત અને હેરેસમેન્સ પર વાત કરી Aishwarya Rai-Bachchanએ…
‘ધ નાઈટ મેનેજર’ વેબ સિરીઝને નોમિનેશન મળ્યું ત્યારે અભિનેતા અનિલ કપૂર ઘણા જ ખુશ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમને આ રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે તેઓ મૂંઝવણમાં હતા, કારણ કે આ જટિલ અને પડકારરૂપ પાત્ર હતું. ‘આ વેબસિરીઝને એમીમાં નોમિનેશન મળ્યું તેથી હું ઘણો જ ખુશ છું. હું એટલી આશા રાખુ છું કે આ વેબસિરીઝ જીતે.’ એમ તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. જોકે, હવે હાલમાં તો અનિલ કપૂરની આ આશા પૂરી થઇ નથી.