Happy Birthday: જન્મદિવસે અભિનેતાએ ફેન્સને આપી ગિફ્ટ, રિલિઝ કર્યું ટીઝર…

બોલીવૂડમાં ઘણા અભિનેતાઓ છે જેમના પર કોઈ ટેગ કે છાપ લાગી જાય છે અને તેમનાં ઘણા પ્રયત્નો છતાં પણ તે હટાવી શકાતી નથી. આવો જ એક હીરો છે, જેણે ઘણી ફિલ્મો કરી પરંતુ સિરિયલ કિસર તરીકેની તેની ઓળખ ભૂંસી શકયો નહીં.

આજે એ જ બોલીવૂડના સિરિયલ કિસરનો જન્મદિવસ છે. ઈમરાન હાશમીનો આજે જન્મદિવસ છે. 24મી માર્ચ, 1979ના રોજ મુંબઈમાં જન્મેલો ઈમરાન હાશમી આલિયા ભટ્ટનો દૂરનો ભાઈ થાય છે. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની ફિલ્મોથી બોલીવૂડમાં આવેલો ઈમરાન ફૂટપાથ, મર્ડર, આવારા, વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ, ડર્ટી પિક્ચર જેવી ઘણી ફિલ્મો કરી ચૂક્યો છે. આ બધામાં તેણે અલગ અલગ રોલ કર્યા છે, પરંતુ શરૂઆતની ફિલ્મોમાં અને ખાસ કરીને મર્ડર ફિલ્મમાં તેણે હિરોઈનનોને કરેલી લાંબી કિસને લીધે સિરિયલ કિસર તરીકેની તેની ઈમ્પ્રેશન બની ગઈ છે.
હવે વાત કરીએ ઈમરાનના ફેન્સને મળેલી ગિફ્ટની તો ઈમરાને એક પોસ્ટ શેર કરી છે જેમાં તેની ફિલ્મ આવારાપન-2ની એક ઈમેજ છે, આ સાથે તેણે કેપ્શન લખી છે કિસી ઔર કી ઝિંદગી કે લિયે મરના હી મેરી મંઝિલ હૈ. આ સાથે તેણે ફિલ્મની રિલિઝ ડેટ 3જી એપ્રિલ-2026 જણાવી છે.
આ પણ વાંચો : ૪૪ વર્ષ મોટા ડિરેક્ટર સાથે અફેરને લઈ અભિનેત્રી લાઈમલાઈટમાં રહી પણ

ફેન્સને ઈમરાન આવારાપનમાં ઘણો ગમ્યો હતો આથી ફરી તે તેને જોવા માગે છે. ઈમરાનની આ જાહેરાત બાદ ફેન્સ તેને વેલકમ કરી રહ્યા છે અને થિયેટરમાં તેના આવવાની રાહ જોઈ રહ્યા છે. ઈમરાનની પર્સનલ લાઈફ તેની રીલ લાઈફ જેટલી કોન્ટ્રોવર્સિયલ નથી. થોડા વર્ષો પહેલા તેના દીકરીને કેન્સર થયાનું બહાર આવ્યું હતું, પણ તે હવે સ્વસ્થ છે.
ફેન્સ ઈમરાનને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે અને તેની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.