Emraan Hashmiએ Kangana Ranautના નેપોટીઝમવાળા નિવેદન આપ્યું આવું રિએક્શન…
Tiger-3 બાદ Bollywood’s Serial Kisser Emraan Hashmi પોતાની આગામી સિરીઝ શો ટાઈમને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં છે. મળી રહેલી માહિતી પ્રમાણે 8મી માર્ચ એટલે કે વિમેન્સ ડેના દિવસે આ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ એ પહેલાં જ ઈમરાન હાશ્મીએ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલાં નેપોટીઝમને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઈમરાને Kangna Ranautના બોલીવૂડમાં ચાલી રહેલાં નેપોટીઝમના આક્ષેપ પર ખુલીને વાત કરી હતી. આવો જોઈએ શું કહ્યું ઈમરાને…
એક હિંદી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાન હાશ્મીએ જણાવ્યું હતું કે હું પર્સનલી, એક કલાકાર અને એક વ્યક્તિ તરીકે કંગના રનૌતને ખૂબ જ પસંદ કરું છું. એવું બની શકે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એને કોઈ કડવા અનુભવો થયા હોય.
ઈમરાને ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું હતું કે મારો કંગના સાથેનો અનુભવ એવો હતો કે મેં એ જ ટાઈમ પર એક હિટ ફિલ્મ આપી હતી પરંતુ ફિલ્મ ગેન્ગસ્ટરમાં તો મેં વિલનનો રોલ કર્યો, જ્યાં એને સેન્ટરમાં રાખવામાં આવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ એક વુમન સેન્ટરિક ફિલ્મ હતી. મને નથી ખબર કે ઈન્ડસ્ટ્રીમાં આ ધારણા ક્યારે બનવા લાગી અને લોકોએ એવું કહેવાનું શરૂ કરી દીધું કે અમે બધા નશાખોર છીએ કે પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટીઝમ ચાલી રહ્યું છે. મને લાગે છે કે આ નરી મુર્ખતા છે અને હકીકત નથી.
ઈમરાન હાશ્મીએ બોલીવૂડને લઈને લોકોમાં રહેલી નકારાત્મક્તા પર વાત કરતાં જણાવ્યું હતું કે કોરોના મહામારી બાદ અને સુશાંતસિંહ રાજપૂત કેસ બાદ તો ઈન્ડસ્ટ્રીને લઈને લોકોમાં નકારાત્મકતા ફેલાઈ ગઈ છે. લોકોમાં એક નારાજગી જોવા મળી રહી છે અને એમાં પણ એન્ટરટેઈન્ટમેન્ટ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કંગના રનૌત અને ઈમરાન હાશ્મીએ ફિલ્મ ગેન્ગસ્ટર, વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ અને ઉંગલી જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.