એલ્વિશ યાદવના ઘરે ગુંજશે શરણાઇ, ખુદ જાહેર કર્યું કે…..
![Elvish Yadav to marry](/wp-content/uploads/2025/02/Elvish-Yadav-to-marry.webp)
એલ્વિશ યાદવ હાલમાં કલર્સ ટીવીના સૌથી લોકપ્રિય શો લાફ્ટર શેફ-2માં જોવા મળી રહ્યો છે. તે પોતાની રસોઇ કળાની કુશળતા પણ દર્શાવી રહ્યો છે અને લોકોનું પણ ભરપૂર મોનરંજન કરી રહ્યો છે. આવા અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ ધરાવતા શોને ઘણો પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.
આ શોમાં તેની સાથે રૂબીના દિલૈક, મન્નારા ચોપરા, અબ્દુલ રોઝિક જેવા કલાકારો પણ જોવા મળે છે. બધા જ કલાકારો લોકોનું ભરપૂર મોનરંજન કરતા જોવા મળી રહ્યા છે. એલ્વિશ યાદવે રાષ્ટ્રીય ટેલિવિઝન પર પહેલી વાર આ શોમાં પોતાના અંગત જીવન વિશે ખુલાસો કર્યો છે. સામાન્ય રીતે તે પોતાનું અંગત જીવન ઘણું ગુપ્ત રાખે છે, પણ હવે તેણે રાષ્ટ્રીય ટેલિવિઝન પર તેના અંગત જીવન વિશે વાત કરી દીધી છે.
આ શો દરમિયાન એલ્વિશે તેની ગર્લ ફ્રેન્ડ વિશે વાત કરી હતી અને લગ્ન વિશે પણ ખુલાસો કર્યો હતો.
આપણ વાંચો: ઇડીની એલ્વિશ યાદવ અને ફાઝિલપુરિયા સામે મોટી કાર્યવાહીઃ સંપત્તિ જપ્ત
એલ્વિશ શું બોલ્યો? :-
આ શોનો એક પ્રોમો વાયરલ થયો છે, જેમાં ભારતી સિંહ એલ્વિશ પાસે તેની ગર્લ ફ્રેન્ડને મળાવવાની વાત કરે છે, ત્યારે એલ્વિશ જણાવે છે કે 2025માં લગ્ન કરીશ ત્યારે તને બોલાવીશ. આ સાંભળીને ભારતી પણ આશ્ચર્યચકિત થઇ જાય છે અને બધા કન્ટેસ્ટન્ટના મુખ પર મર્માળુ સ્મિત જોવા મળે છે.
નોંધનીય છે કે એલ્વિશ યાદવ ઘણો પ્રાઇવેટ પરસન છે. તે પોતાની લાઇફ સિક્રેટ રાખવામાં માને છે. એણે આજસુધી ગર્લફ્રેન્ડ વિશે ના તો ક્યારેય જણાવ્યું છે કે ના તો ક્યારેય કોઇને મેળવી છે, પણ હવે એણે સ્વીકાર કર્યો છે કે એ રિલેશનશીપમાં છે.
આ શોના કન્ટેસ્ટન્ટ ઘણી ધમાલ મચાવીને લોકોને મનોરંજન પીરસી રહ્યા છે
આ શોની વાત કરીએ તો એમાં બે બે જણની જોડી બનાવવામાં આવી છે. તેમણે જોડીમાં એક ડીશ બનાવવાનું ટાસ્ક આપવામાં આવે છે. ખાવાનું બનાવવાની સાથે સાથે તેમણે લોકોને એન્ટરટેઇનમેન્ટનો ડોઝ પણ આપવાનો હોય છે. અંકિતા લોખંડે, કૃષ્ણા અભિષેક, વિક્કી જૈન, અભિષેક કુમાર, રાહુલ વૈદ્ય, સમર્થ વગેરે લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યા છે. ટીઆરપી રેટિંગમાં પણ આ શો ટોપ પર છે.