રામ કપૂરના વજન ઘટાડવા પર કટાક્ષનો આરોપ પર એકતા કપૂરે મૌન તોડ્યું, કહ્યું…

ટચૂકડાં પડદાની ક્વીનના ખિતાબ સાથે વર્ષોથી ટીવી પર રાજ કરનારી એક્તા કપૂરનો વીડિયો થોડાક સમય પહેલાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો અને આ વીડિયોને લોકો ટીવી એક્ટર રામ કપૂરની વેટ લોસ જર્ની સાથે સાંકળીને જોયો હતો. એકતાની આ પોસ્ટ એ સમયે આવી હતી કે જ્યારે રામ કપૂરને પોતાની વેટ લોસ જર્ની શેર કરી હતી. હવે એક્તાએ ફરી એક વખત પોતાનો પક્ષ મૂક્યો છે. આવો જોઈએ આખરે એકતાએ શું કહ્યું છે-
એકતા કપૂરે હવે પોતાનો પક્ષ મૂકતા જણાવ્યું હતું કે જે રીતે તેમની પોસ્ટને લેવામાં આવી છે કે એ ખોટું હતું અને તેણે રામ કપૂર પર કમેન્ટ નહોતી કરી. એટલું જ એક્તાએ પોતાના પોસ્ટમાં જણાવ્યું હતું કે નેટિઝન્સે તેમની પોસ્ટને ખોટી રીતે રામ કપૂર સાથે જોડીને જોઈ રહ્યા છે. તેમણે આ આખા મામલાને એક નવો જ રૂખ આપ્યો છે. અહીંયા તમારી જાણ માટે કે આ મુદ્દાએ રામ કપૂર અને તેમની પત્ની ગૌતમી કપૂરે પર્સનલી લઈને એકતાનો વિરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં એકતા કપૂરનો વીડિયો સામે આવ્યો હતો અને આ વીડિયોમાં એક્તા જે રીતે વાત કરી રહી હતી એ જોતાં યુઝર્સે આ વાતને લિંક અપ કર્યું હતું અને એવું કહ્યું હતું કે રામ કપૂરના વજન ઘટાડવાની મજાક ઉડાવી રહી છે. જોકે, એકતાએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈશારો કોઈ એક વ્યક્તિ સામે ટિપ્પણી કરવાનો નહોતો, પણ તે સેલ્ફ ડાઉટ અને બોડી શેમિંગ એ કોમન મુદ્દો હતો.
એક્તાએ એક કાર્યક્રમમાં આ બાબતે સ્પષ્ટતા કરી હતી. એક્તાએ જણાવ્યું હતું કે તેનો આ વીડિયો એ સમયનો છે કે જ્યારે મારી ટીવી સિરીયલ બડે અચ્છે લગતે હૈનો પ્રોમો લોન્ચ થવાનો હતો. આ પ્રોમોમાં એક છોકરી ટૂંકા કપડાં સાથેની પોતાની લડાઈને કારણે બોડી શેમિંગ અને સેલ્ફ ડાઉટનો સામનો કરી રહ્યો હતો. એ સમયે મને સ્વપ્નેય નહોતો ખ્યાલ કે મારો આ વીડિયો કોઈ એક વ્યક્તિ જેમ કે રામ કપૂર સાથે જોડવામાં આવશે.
એક્તાએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે મારો હેતુ કોઈ એક વ્યક્તિની ટીકા કરવાનો નહોતો, પરંતુ સમાજમાં ફેલાયેલી બોડી શેમિંગ અને સેલ્ફ ડાઉટ જેવી માનસિકતા પર વાત કરવાનો હતો આ સાથે એક્તાએ પોતાના આ વીડિયોની પણ વાત કરી જેમાં તે હળવા અંદાજમાં વજનને લઈને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી રહી હતી. વીડિયોમાં એક્તાએ જણાવ્યું હતું કે હું શું કરું? મારું વજન વધી ગયું છે, શું મારે એન્ટી ઈન્ફ્લેમેટેરી ડાયેટ લેવું જોઈએ, મોનજારો, ઓઝેમ્પિક વગેરે કે પછી ચૂપ રહું? હમ બડે હી અચ્છે લગતે હૈ…
આ પણ વાંચો…પહલાજ નિહલાની એકતા કપૂર પર વરસી પડ્યાઃ ‘ભારતીય સંસ્કૃતિનો નાશ કરે છે!’