વિકી જૈનને એકતા કપૂરે આપી સલાહ કહ્યું કે અંકિતાનું દિલ…..

મુંબઈ: બિગ બોસ 17માં હાલમાં સૌથી લોકપ્રિય સ્પર્ધકોમાં અંકિતા લોખંડે અને વિકી જૈન છે. જ્યારથી તેઓ ઘરમાં આવ્યા છે ત્યારથી તેઓ કોઈને કોઈ રીતે લાઈમલાઈટનો હિસ્સો રહ્યા છે. ઘરમાં બંને વચ્ચે ઘણીવાર ઝઘડા પણ થયા છે. અને વચ્ચે એકવાર બંનેની માતાઓએ શોમાં આવીને તેમને શાંત પણ કર્યા છે. જો કે શો જ એવો છે કે તેઓ કોઈને કોઈ રીતે એકબીજાની સામે ચડસા ચડસી કરતા રહે છે.
ત્યારે આ વીકએન્ડમાં કરણ જોહરે સલમાન ખાનની જગ્યાએ આ શો હોસ્ટ કર્યો હતો. જ્યાં તેણે એકતા કપૂરનો એક ખાસ સંદેશ બતાવ્યો, જેમાં એકતા અંકિતા અને વિકીને સલાહ આપતી જોવા મળી હતી.
વીડિયોમાં એકતાએ કહ્યું હતું કે મેં તમને બંનેને હંમેશા એક પરફેક્ટ કપલ તરીકે બહાર જોયા છે. આ એક ગેમ છે તે સમજો તમે તમારા દિલ પર દિમાગને હાવી ના થવા દો. અને એક ખાસ વાત વિકી તારા માટે, તું અંકિતાને પ્રેમથી રાખ તેનું દિલ ઘણી વખત તૂટી ચૂક્યું છે. તે ખૂબજ સેન્સેટિવ છે.
નોંધનીય છે કે અંકિતા લોખંડે અને એકતા કપૂર લાંબા સમયથી એકબીજાના મિત્રો છે. એકતાએ અંકિતાને ડેઇલી શોપમાં કામ કરવાનો બ્રેક આપ્યો હતો. અંકિતા એકતાના લોકપ્રિય શો પવિત્ર રિશ્તામાં મુખ્ય અભિનેત્રી હતી. ત્યારથી બંને સારો બોન્ડ શેર કરે છે. એકતા શરૂઆતથી જ અંકિતાને સપોર્ટ કરતી રહી છે.
આ શોમાં દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત મેલ લીડમાં હતો. આ શો દરમિયાન જ સુશાંત અને અંકિતા એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંને અલગ થઈ ગયા હતા. સુશાંતે તેને છોડી દીધા બાદ અંકિતા સંપૂર્ણપણે ભાંગી પડી હતી. ત્યારબાદ તેને પોતાની જાતને રીકવર કરવામાં ઘણો સમય લાગ્યો હતો. અને ઘણાં લાંબા સમય બાદ વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા.