Viral Video: Eiffel Tower ની લિફ્ટમાં ગૂંજ્યું आजा सनम मधुर चांदनी में ગીત અને પછી જે થયું એ…

Viral Video: Eiffel Tower ની લિફ્ટમાં ગૂંજ્યું आजा सनम मधुर चांदनी में ગીત અને પછી જે થયું એ…

બોલીવૂડના જૂના ગીતની વાત જ એકદમ અલગ હોય છે, જ્યારે પણ આ ગીતોના કર્ણપટલ પર પડે તો દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક સુંદર નજારો જોવા મળી રહ્યો છે અને એ પણ સાત સમંદર પાર. વાઈરલ થઈ રહેલો વીડિયો પેરિસનો છે. જ્યાં એફિલ ટાવરની લિફ્ટમાં કેટલાક ભારતીય ટુરિસ્ટ દ્વારા બોલીવૂડનું ક્લાસિક સોન્ગ ગાવાનું શરું કર્યું અને એ સાંભળીને લિફ્ટમાં રહેલી એક એક વ્યક્તિના ચહેરા પર સ્મિતનું મોજું ફરી વળ્યું, એટલું જ નહીં તેમણે આ ગીતનો લૂત્ફ પણ ઉઠાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એફિલ ટાવરની લિફ્ટમાં કેટલાક ઈન્ડિય ટુરિસ્ટે 1951માં આવેલી ફિલ્મ ચોરી ચોરીનું આ જા સનમ મધુર ચાંદની મેં… ગીત ગાવાનું શરૂ કર્યું હતું. જેવું પર્યટકોએ આ ગીત ગાવાનું શરૂ કર્યુ કે લિફ્ટમાં હાજર એક એક વ્યક્તિનો ચહેરો એકદમ ખિલી ઉઠ્યો હતો. વિદેશી પર્યટકો પણ આ ગીતને માણતા અને તાળીઓથી વધાવતા જોવા મળ્યા હતા.

લતા મંગેશકર અને મન્ના ડેના આ ગીતે પેરિસમાં એવો જાદુ ચલાવ્યો કે એક મેજિકલ મોમેન્ટ ક્રિયેટ થઈ ગઈ હતી. વીડિયોમાં જોવા મળે છે કે દરેક ટુરિસ્ટ તાળીઓ વગાડતા, સ્મિત કરતાં ગીતની ધૂનને એન્જોય કરી રહ્યા છે. ગીતની ભાષા ભલે તેમની ના હોય પણ સંગીતની મિઠાશ અને જાદુ લિફ્ટમાં હાજર દરેક વ્યક્તિ સુધી પહોંચી ગયો હતો.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પંકજ ગુપ્તા નામની વ્યક્તિની આઈડી પરથી શેર કરવામાં આવ્યું છે અને જોત જોતામાં આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ ગયો હતો. નેટિઝન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આજના સમયના રીલ પરફેક્શનવાળા વર્લ્ડમાં આ રિયલ અને દિલથી નીકળેલી ક્ષણો લોકોના દિલ સુધી પહોંચી ગઈ. સાચી ખુશી પ્લાનિંગ સાથે નહીં પણ આવા જ અનપ્લાન્ડ મેમરી કે જૂના બોલીવૂડ સોન્ગમાં છુપાયેલી હોય છે.

Instagram Social Media

આજકાલ સોશિયલ મીડિયા પર અલગ અલગ જાત જાતના વીડિયો વાઈરલ થતા હોય છે એ બધામાં આ વીડિયો નેટિઝન્સના દિલને થોડો વધારે સ્પર્શી ગયો છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો, તમારું દિલ પણ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ જાય તો નવાઈ નહીં…

આપણ વાંચો : Eiffel Tower ના ટોપ પર છે આ સિક્રેટ રૂમ, બધાને નથી એન્ટ્રી, જાણો શું છે આ રૂમનું સિક્રેટ?

Back to top button