નેશનલમનોરંજન

સટ્ટાબાજી એપ્સ મામલો: 29 ફિલ્મ કલાકારો અને ઇન્ફ્લ્યુએન્ઝર્સ ઈડીના રડાર પર

વિજય દેવેરાકોંડા, રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, મંચુ લક્ષ્મી સહિત અન્ય કલાકારોનો સમાવેશ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેલંગણાના 29 જાણીતા ફિલ્મ કલાકારો, YouTubers અને Instagram ઇન્ફ્લ્યુએન્ઝર્સ સામે મોટી કાર્યવાહી કરી છે. આ બધા પર ગેરકાયદે સટ્ટાબાજી એપ્લિકેશનને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.

આ યાદીમાં ટોલીવુડના મોટા નામો જેવા કે વિજય દેવેરાકોંડા, રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, મંચુ લક્ષ્મી, નિધિ અગ્રવાલ, પ્રણિતા સુભાષ, અનન્યા નાગલ્લા, એન્કર શ્રીમુખી, તેમાં યુટ્યુબર હર્ષ સાઈ, બૈયા સન્ની યાદવ અને લોકલ બોય નાની જેવા ઘણા લોકપ્રિય કલાકારોનો સમાવેશ થાય છે. આ મામલો મિયાપુરના એક ઉદ્યોગપતિ ફણીન્દ્ર શર્માની ફરિયાદથી શરૂ થયો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઘણા મોટા ફિલ્મી ચહેરાઓ અને સોશિયલ મીડિયા સ્ટાર્સ લોકોને આ સટ્ટાબાજીની એપ્સ તરફ આકર્ષિત કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે આવી એપ્સના કારણે મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગના પરિવારોને ખૂબ જ તકલીફ પડી રહી છે. આ ફરિયાદ બાદ સાયબરાબાદ પોલીસે 19 માર્ચ 2025 25 સેલિબ્રિટી સામે FIR નોંધી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. બાદમાં ED આ કેસની તપાસમાં જોડાયું હતું.

આ પણ વાંચો: ઈડીએ એક સાથે ત્રણ રાજ્યોના 24 સ્થળોએ દરોડા પાડ્યા! 2700 કરોડ રૂપિયાના કૌભાંડની આશંકા

EDએ આ કેસમાં PMLA હેઠળ ECIR (FIR) દાખલ કરી છે અને કેસ પોતાના હાથમાં લઈ લીધો છે. ED હવે આ બધા સ્ટાર્સ અને પ્રભાવકોની પૂછપરછ કરી રહી છે કે તેમણે પ્રમોશન માટે કેટલા પૈસા લીધા , તેમને કેવી રીતે ચુકવણી થઇ અને ટેક્સની વિગતો શું છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ એપ્સ દ્વારા હજારો કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા છે. આ એપ્સ યુવાનોને ઝડપી પૈસા કમાવવાની લાલચ આપે છે, પરંતુ પાછળથી લોકો આર્થિક અને માનસિક રીતે ખુવાર થઇ જાય છે.

ગયા વર્ષે પણ મહાદેવ સટ્ટાબાજી એપ કેસ પ્રકાશમાં આવ્યો હતો. તે કેસમાં પણ ઘણા બોલિવૂડ, ટોલીવુડ અને ટીવી સ્ટાર્સના નામ સામે આવ્યા હતા. તે કેસમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ED આ કેસમાં પણ કાર્યવાહી કરી રહી છે. પૂછપરછ અને તપાસ બાદ સ્પષ્ટ થશે કે આ કૌભાંડ કેટલું મોટું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button