મનોરંજન

શિલ્પા શેટ્ટીના ઘરે ફરી પોલીસના ધામાઃ અભિનેત્રી અને પતિનું કલાકો ચાલ્યું ઈન્ટ્રોગેશન

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સામે રૂ. 60 કરોડની છેતપિંડીનો કેસ કરવામાં આવ્યો છે. અગાઉ પણ આ કેસમાં કપલની પૂછપરછ થઈ છે ત્યારે ફરી પોલીસની ઈકોનોમિક વિંગ અભિનેત્રીના જૂહુ ખાતેના ઘરે આવી હતી અને લાંબી પૂછપરછ કરી હતી .

બોલીવૂડ એક્ટ્રેસ હાલમાં પોલીસના ચક્કરમા ફસાઈ છે. તેણે બાન્દ્રા ખાતેનો પોતાનો રેસ્ટોરાં પણ બંધ કરવાનો વારો આવ્યો છે. પોલીસે ફરી તેનાં ઘરે ધામા નાખી કપલની લગભગ ચારેક કલાક માટે પૂછપરછ કરી હતી અને ત્યારબાદ અમુક ડોક્યુમેન્ટ્સ પણ માગ્યા હતા. મળતી માહિતી અનુસાર અભિનેત્રી અને પતિ રાજ કુન્દ્રા પોલીસને સહકાર આપી રહ્યા છે.
રૂ. 60 કરોડના છેતરપિંડીના કેસમાં પોલીસ તપાસ કરી રહી છે, જેમાં ઘણા લોકો સંડોવાયેલા છે. આ કેસમાં શિલ્પા અને રાજનું નામ પણ ખૂલ્યું છે. શિલ્પાની એડ એજન્સી સાથે આ મામલો જોડાયેલો છે. ચારેક કલાક ચાલેલી વાતચીતમાં શિલ્પાએ બેંક અકાઉન્ટની ડિટેલ્સ પણ આપી હોવાનું માનવામાં આવે છે.

અગાઉ કપલ સામે લૂક આઉટ નોટિસ પણ જાહેર કરવામા આવી હતી. વેપારી સાથે લોન-કમ-ઇન્વેસ્ટમેન્ટ ડીલમાં 60 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના આરોપસર જુહુ પોલીસ સ્ટેશનમાં 14 ઑગસ્ટે શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. છેતરપિંડીની રકમ મોટી હોવાથી આ કેસની તપાસ બાદમાં આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી હતી, જેણે હવે એલઓસી જારી કર્યું હતું. આથી બન્ને હાલમાં દેશ છોડીને જઈ શકે તેમ નથી.

આ પણ વાંચો…60 કરોડની છેતરપિંડીઃ રાજ કુન્દ્રાની 5 કલાક પૂછપરછ, શિલ્પા શેટ્ટીનું પણ નિવેદન નોંધાશે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button