મનોરંજન

ટ્રોલિંગ મુદ્દે સલમાન ખાનની અભિનેત્રીએ કરી નાખ્યો ચોંકાવનારો ખુલાસો કે…

મુંબઈઃ સાઉથ સિનેમાથી લઈને બોલીવુડ સુધી પોતાની મજબૂત ઓળખ બનાવનાર પૂજા હેગડે પોતાની સુંદરતાની સાથે સાથે એક્ટિંગ માટે પણ તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. તેણે પોતાના કરિયરમાં ઘણી બધી હીટ ફિલ્મોમાં કામ પણ કર્યું છે. કિસી કા ભાઈ કિસી કી જાનમાં સલમાન ખાન સાથે પણ કામ કરનારી પૂજા હેગડેની સારી ફેન ફોલોઈંગ છે. જોકે, ઘણી વખત તેને પણ અન્ય સેલેબ્સની જેમ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન પૂજા હેગડેએ ટ્રોલિંગને લઈને ચોંકાવનારી વાત કરી છે.

pooja hegde

અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેના માટે ટ્રોલિંગ અને નેગેટિવ પીઆરનો સામનો કરવો કેટલો મુશ્કેલ છે. તેણે કહ્યું કે તે PRમાં સારી નથી અને સોશિયલ મીડિયા પર મીમ પેજ પર રીતે ટ્રોલ કરવામાં આવે છે, જે કોઈને પણ પરેશાન કરી શકે છે.

પૂજા હેગડેએ ખુલાસો કર્યો કે જ્યારે કોઈ તેના વિશે વારંવાર નકારાત્મક વાત કરે છે, ત્યારે એવું લાગે છે કે તેને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહી છે. તેણે કહ્યું કે લોકો કોઈને અપમાનિત કરવા માટે લાખો રૂપિયા ખર્ચી શકે છે. જો અભિનેત્રીના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, ટ્રોલિંગ એ માત્ર મજાક નહીં, પરંતુ આયોજનબદ્ધ રીતે કરવામાં આવે છે.

આ ટ્રોલિંગથી છૂટકારો મેળવવા માટે તેણે પોતાની ટીમને લોકપ્રિય મીમ પેજનો સંપર્ક કરવા કહ્યું હતું, પરંતુ આ પછી જે ખુલાસો થયો તે એકદમ ચોંકાવનારો હતો. મીમ પેજીસએ જણાવ્યું કે ટ્રોલિંગ રોકવા માટે તેમને મોટી રકમ ચૂકવવી પડશે. આનાથી પૂજા સમજી ગઈ હતી કે ટ્રોલિંગ હવે માત્ર મજાક કે શોખ નથી રહ્યો, પરંતુ એક બિઝનેસ બની ગયો છે. પૂજાએ જણાવ્યું કે મીમ પેજ પરથી ખબર પડી કે કોઈએ તેને પૈસા ચૂકવ્યા હતા અને તેને તેની વિરુદ્ધ ટ્રોલ કરવાનું કહ્યું હતું.

આ પણ વાંચો : ઓરેન્જ કલરના આઉટફિટમાં ટીવીની આ સંસ્કારી બહુએ આપ્યા એવા પોઝ કે…

જ્યારે તેમની ટીમે ટ્રોલિંગ રોકવા અથવા ટ્રોલર્સને જવાબ આપવાની વાત કરી તો તેમણે આ માટે પૈસાની પણ માંગણી કરી. આ સાંભળીને પૂજાને ખૂબ જ આશ્ચર્ય થયું, કારણ કે લોકો આ ફેક ન્યૂઝને વિચાર્યા વગર માને છે અને તેને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.

તેણે કહ્યું કે જ્યારે તે ટ્રોલર્સની પ્રોફાઈલ તપાસે છે ત્યારે ઘણી વખત તેમના એકાઉન્ટમાં કોઈ પ્રોફાઈલ ફોટો કે પોસ્ટ હોતી નથી. તમને જણાવી દઈએ કે, પૂજા પહેલા નોરા ફતેહીએ પણ સોશિયલ મીડિયા પર પેઈડ ટ્રોલિંગ વિશે ખુલાસો કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button