Saif Ali Khanની એક નહીં બે દીકરીઓ છે?? Sara Ali Khanની આ જુડવા બહેન જોઈ કે નહીં??

હેડિંગ વાંચીને ચોંકી ગયા ને?? પણ તમને પહેલાંથી જ જણાવી દઈએ કે ભાઈસાબ બોલીવુડના છોટે નવાબ તરીકે ઓળખાતા Saif Ali Khanને એક જ દીકરી છે અને Sara Ali Khanની કોઈ જુડવા બહેન નથી. આ તો અમે અહીં સારા અલી ખાન જેવી જ દેખાતી અને એના જેવી લાઈફ સ્ટાઇલ જીવી રહેલી તેની ડુપ્લીકેટની વાત કરી રહ્યા છીએ.
જી હા, સારા અલી ખાનની ડુપ્લીકેટ એકદમ એના જેવી જ દેખાય છે. જો ભૂલથી પણ બંને એક સાથે ઉભી રહે તો લોકો બંનેમાંથી અસલી સારા અને ડુપ્લીકેટ વચ્ચે ફરક કરવાનું ભૂલી જાય છે. સારાની આ હમશકલ સારા જેવા જ કપડાં પણ પહેરે છે અને તેની જેમ જ રહે છે.
સારાની આ હમશકલની વાત કરીએ તો તેનું નામ છે ઈશિકા જયવાની છે અને સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 10,000થી વધુ ફોલોવર્સ છે. ઈશિકા ખૂબ જ પોપ્યુલર છે અને તે ફિલ્મો-એડ્સમાં સારાની ડુપ્લીકેટ તરીકે કામ કરે છે. પોતાના એકાઉન્ટ્સ પર સારા ટ્રાવેલિંગ અને લાઈફસ્ટાઈલના વીડિયો શેર કરતી હોય છે.
ઈશિકા એક સારી ડાન્સર પણ છે અને તેના વીડિયો અને ફોટો જોઈને જ અંદાજો આવી જાય છે કે સારાની જેમ જ ઈશિકા પણ લાઈફને એકદમ બિન્દાસ બનીને જીવવામાં વિશ્વાસ ધરાવે છે. ઈશિકા અને સારા વચ્ચે ખૂબ જ સારો બોન્ડ છે અને બંને જણ એક સાથે મસ્તી મજાક કરતી જોવા મળે છે. ઈશિકાના ફિચર્સ તો સારા જેવા જ છે પણ તે સારાની જેમ જ પોતાની જાતને એકદમ ફિટ એન્ડ ફાઈન પણ રાખે છે.
સારા જ્યારે પણ ઈશિકા સાથે હોય છે ત્યારે એકદમ સારા મૂડમાં અને હસતી જોવા મળે છે. હાલમાં જ તેણે ઈશિકા સાથે વેલેન્ટાઈન્સ ડે પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે લોકોને ઈશિકાની એક ઝલક દેખાડી હતી.