મનોરંજન

દુલ્હે રાજા’ના 27 વર્ષ પૂર્ણ: રવીના ટંડને ગોવિંદા સાથેની યાદો તાજી કરી, ભાવનાત્મક પોસ્ટ વાયરલ…

મુંબઈઃ નેવુંના દાયકાના પ્રખ્યાત બોલિવૂડ કપલ રવિના ટંડન અને ગોવિંદાની ફિલ્મ ‘દુલ્હે રાજા’ રિલીઝ થયાને આજે 27 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ પ્રસંગે રવિનાએ ફિલ્મની કેટલીક યાદગાર તસવીરો અને તેના સહ-અભિનેતા ગોવિંદા સાથેની એક નવી તસવીર શેર કરી છે. આ સાથે રવિનાએ એક ભાવનાત્મક નોંધ પણ શેર કરી છે.

રવિના ટંડને આજે 10 જુલાઈ, 1998ના રિલીઝ થયેલી ફિલ્મ ‘દુલ્હે રાજા’ની કેટલીક ખાસ જૂની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં ગોવિંદા અને રવિનાની અદ્ભુત જોડી જોવા મળી રહી છે. આ અદ્ભુત તસવીરો સાથે રવિનાએ કેપ્શનમાં લખ્યું, ‘દુલ્હે રાજાના 27 વર્ષ! મસ્તી, કોમેડી અને મજા! હરમેશજી, કાદર ભાઈ અને આ અદ્ભુત ફિલ્મ સાથે સંકળાયેલા બધાને યાદ કરું છું!’

હરમેશ મલ્હોત્રા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ રાજીવ કૌલે લખી હતી. ફિલ્મમાં ગોવિંદા, રવિના અને કાદર ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે જોની લીવર, પ્રેમ ચોપરા, અસરાની, દિનેશ હિંગુ, વિજય ખોટે અને અન્ય કલાકારોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

‘દુલ્હે રાજા’ની વાર્તા એક ગરીબ યુવાન રાજા (ગોવિંદા)ની આસપાસ ફરે છે, જે મોટા ઉદ્યોગપતિ સિંઘાનિયા (કાદર ખાન)ની ફાઇવ સ્ટાર હોટેલની સામે એક રેસ્ટોરાં ખોલે છે. સિંઘાનિયા તેને હટાવવાનો પ્રયાસ કરે છે પણ નિષ્ફળ જાય છે. વાર્તા વધુ રસપ્રદ બને છે જ્યારે સિંઘાનિયાની પુત્રી કિરણ (રવીના) રાજા સાથે લગ્ન કરવા માંગે છે.

આ પણ વાંચો : ગોવિંદાના જીવનની આ સિક્રેટ વાતથી તમે અજાણ હશો, જાણો શોકિંગ કિસ્સો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button