આ કારણે રુમા શર્માએ ઈન્ટરનેટ પર લગાવી આગ
મુંબઈઃ જાણીતી મોડલ કમ અભિનેત્રી રુમા શર્મા સોશિયલ મીડિયા પર વિશેષ એક્ટિવ રહે છે જેમાં તાજેતરમાં એક મેગેઝિનના કવરપેજની સાથે પર્સનલ ફોટોગ્રાફને કારણે સેન્સેશન સ્ટાર બની ગઈ છે. જોકે, રુમા સ્ટાઈલિશ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે, પરંતુ તાજેતરમાં એકદમ બોલ્ડ ફોટોશૂટને લઈ ફરી ઈન્ટરનેટ પર આગ લગાવી છે.
તાજેતરમાં એક મેગેઝિનના ક્વર પેજ પર ચમકવાની સાથે અન્ય બોલ્ડ ફોટોશૂટ પોસ્ટ કર્યું હતું, જેમાં ફક્ત બ્રામાં જોવા મળી હતી, જ્યારે બ્રાઉન પેન્ટ પહેર્યું હતું. ફોટોગ્રાફ પોસ્ટ કરીને કેપ્શન પણ લખ્યું છે કે આઈ એમ નોટ વન ઈન અ મિલિયન કિન્દા ગર્લ.
આઈએમ વન ઈન અ લાઈફટાઈમ. ગણતરીના કલાકોમાં તેના ફોટોગ્રાફ પર લાખો લોકોએ લાઈક કરી હતી. રુમા શર્મા ખાસ તો પોતાના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહે છે, જેમાં અગાઉ બાથ ટબના ફોટોગ્રાફને લઈ ચર્ચામાં આવી હતી.
28 વર્ષીય રુમા શર્મા મોડલ હોવાની સાથે જાણીતી અભિનેત્રી પણ છે. મૂળ દિલ્હીની રુમા ટીવી સિરિયલ જાસૂસ વિજયથી ટીવીના પડદે ડેબ્યૂ કર્યું હતું. પર્સનલ લાઈફની વાત કરીએ તો તેનો ઉછેર પણ સિંગલ મધરે કર્યો છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી એક્ટિંગની શરુઆત કરી હતી. રુમા ટીવી સિરિયલ્સ સિવાય સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.
ટીવી સિરિયલ્સ સિવાય જાણીતી મોડલ હોવાની સાથે રુમા ટીવીની એડમાં પણ જોવા મળી હતી, જ્યારે સૌથી પહેલો બ્રેક જાસૂસ વિજયથી મળ્યો હતો. ફિલ્મી દુનિયાની વાત કરીએ તો સની દેઓલ સાથે ‘સિંહ સાબ ધ ગ્રેટ’, ‘દિમાગ કા દહીં’, ‘ધ ટેલ ઓફ ધ ઓફ બોય એન્ડ ટુ નાઈટ્સ’ વગેરે ફિલ્મોમાં પણ કામ કરવાની તક મળી છે.
કહેવાય છે કે છ વર્ષની ઉંમરે દિલ્હીના શ્રીરામ સેન્ટર ઓડિટોરિયમમાં પોતાનો પહેલો શો કર્યો હતો. વ્યક્તિગત રીતે જોવામાં આવે તો રુમા શર્માના ફેન એન્ડ ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે, જેમાં ઈન્સ્ટાગ્રામ પર 1.7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.