મનોરંજન

Heart attackને કારણે આ ફેમસ કોમેડિયન એક્ટરે કહ્યું દુનિયાને અલવિદા…

Tamil Actor Lakshmi Narayanan Sheshu ઉર્ફે લોલુ સભા સેષુનું નિધન થતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 60 વર્ષની ઉંમરે ગઈકાલે એટલે કે 26મી માર્ચના અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.

મળી રહેલી માહિતી પ્રમાણે સેષુ ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. 15મી માર્ચના હાર્ટ એટેક આવતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ અંડર ઓબ્ઝર્વેશન હતા. પરંતુ આખરે ગઈકાલે તેમણે 26મી માર્ચના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા.

સેષુના એક્ટિંગ કરિયરની વાત કરીએ તો 2002માં તેમણે તમિળ ફિલ્મ Thulluvadho Ilamaiથી કરી હતી. આ ફિલ્મમાં ધનુષ લીડ રોલમાં હતો. આ સિવાય તેમને સ્ટારડમ અપાવી હતી લોલુ સભા નામના શોએ. આ શોમાં તેઓ વિજયના રોલમાં જોવા મળ્યા હતા અને આ જ રોલથી તેઓ કોમેડિયન તરીકે ફેમસ થઈ ગયા હતા.

આપણ વાંચો: ઓડિશામાં જોરથી મ્યુઝિક વગાડવાથી વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત

એક્ટરની અણધારી વિદાયથી તેમનો પરિવાર જ નહીં પણ તમિળ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ શોકમાં સરી પડી છે. ઈન્ડસ્ટ્રીને તેમના નિધનથી નુકસાન થયું છે અને તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.

સેષુની નિધનના સમાચારની પુષ્ટિ રમેશ બાલાએ કરી હતી. રમેશ બાલા ટીવી શો લોલુ સભાના ડિરેક્ટર હતા. તેમણે જણાવ્યું હતું કે 20 વર્ષથી કોઈ સાથે સંપર્કમાં ના હોવા છતાં પણ સેષુએ હાલમાં લોલુ સભાના શોની આખી ટીમનું રિયુનિયન કર્યું હતું. રમેશ બાલાએ સેષુના નિધન પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સેષુની વિદાય કોઈ પરિવારના સભ્યની વિદાય જેટલી વસમી છે.

મળી રહેલાં અહેવાલ અનુસાર સેષુનું સ્વાસ્થ્ય સતત કથળતું જ જઈ રહ્યું હતું. સારી મેડિકલ ફેસિલિટી અને બેસ્ટ ટીમ છતાં પણ તેમનો જીવ બચાવી શકાયો નહોતો અને તેમના નિધનથી ફેન્સ ખૂબ જ દુઃખી થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button