સિંગર દુઆ લિપાની લક્ઝરી કારની હરાજી થશે: કિંમત કરોડોમાં, ફાયદો કોને થશે? | મુંબઈ સમાચાર

સિંગર દુઆ લિપાની લક્ઝરી કારની હરાજી થશે: કિંમત કરોડોમાં, ફાયદો કોને થશે?

વિશ્વ વિખ્યાત ગાયિકા દુઆ લિપાની ખાસ ડિઝાઇન કરેલી પોર્શે 911 GT3 RS કાર ટૂંક સમયમાં ચેરિટી હરાજીમાં વેચાવા જઈ રહી છે. આ કસ્ટમ કારની કિંમત 4,70,000 યુએસ ડોલરથી વધુ હોવાની ધારણા છે. દુઆ લિપાએ સૌપ્રથમ મે 2025માં મોનાકો ગ્રાન્ડ પ્રિકસ દરમિયાન પોતાની આ ખાસ કાર રજૂ કરી હતી.

વાસ્તવમાં આ કારને “રેનસ્ટોલ એડિશન” નામ આપવામાં આવ્યું છે. તે પોર્શે સાથેના તેના ખાસ મોટરસ્પોર્ટ સહયોગનો એક ભાગ છે. આ કારનું અનાવરણ મોનાકો ગ્રાન્ડ પ્રિકસ સપ્તાહના અંતે કરવામાં આવ્યું હતું, જ્યાં દુઆ લિપાએ આ કાર શહેરની શેરીઓમાં ચલાવી હતી અને પોર્શે મોબિલ 1 સુપરકપ રેસનો પણ આનંદ માણ્યો હતો.

આ પણ વાંચો: Viral Video: લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન પડતાં પડતાં બચી જાણીતી સિંગર, પણ…

કઈ કંપની આ કારની હરાજી કરશે?

  • આરએમ સોથબી નામની હરાજી કંપની આ કારની હરાજી કરશે. જોકે તેની શરૂઆતની કિંમત નક્કી કરવામાં આવી નથી, પરંતુ કંપનીને વિશ્વાસ છે કે તે 4,70,000 ડોલરથી વધુમાં વેચાશે. આ હરાજીમાંથી જે રકમ આવશે તે દુઆ લિપાના “સની હિલ ફાઉન્ડેશન”ને જશે, જે કોસોવોમાં ગરીબ અને નબળા લોકોને મદદ કરવાનું કામ કરે છે.
  • આ પોર્શે કારનો લુક પણ ખૂબ જ ખાસ છે, તેમાં વાદળી અને પીચ રંગોનું મિશ્રણ છે, સાથે પોર્શેની ખાસ હેક્સાગોન ડિઝાઇન છે, જે દુઆ લિપાના સ્ટાઇલિશ વ્યક્તિત્વને અનુરૂપ છે. તમને જણાવી દઈએ કે “રેનસ્ટોલ” એક જર્મન શબ્દ છે, જેનો અર્થ રેસિંગ ટીમ થાય છે અને તે આ કારને રેસિંગ થીમ સાથે જોડે છે.

પાવર અને પર્ફોર્મન્સ કેવું છે?

  • કારની ડિઝાઇનમાં હાઈ પરફોર્મન્સને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. તેમાં DRS સિસ્ટમવાળી રિયર વિંગ, સેન્ટ્રલી માઉન્ટેડ રેડિયેટર અને કાર્બન ફાઇબર છત જેવા હલકા પાર્ટ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમાં મેગ્નેશિયમ વ્હીલ્સ છે જે કારને ઝડપી અને હલકી બનાવે છે.
  • આ કાર પોર્શે 911 GT3 RS મોડેલ પર આધારિત છે. તેમાં 4.0 લિટરનું ફ્લેટ-સિક્સ એન્જિન છે, જે 518 hp પાવર અને 465 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનની શક્તિ 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ગિયરબોક્સ દ્વારા વ્હીલ્સ સુધી પહોંચે છે, જે કારને ઝડપી અને સ્મૂધ બનાવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button