મનોરંજન

દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024: શાહરૂખ ખાનને શ્રેષ્ઠ અભિનેતાનો અને બોબી દેઓલને શ્રેષ્ઠ વિલનનો એવોર્ડ

દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2024નું આયોજન ગઈકાલે રાત્રે તાજ લેન્ડ્સ એન્ડ હોટેલ, મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ ફંક્શનમાં વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં શાહરૂખ ખાનને ફિલ્મ જવાન માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ સાઉથની અભિનેત્રી નયનતારાને ફિલ્મ જવાન માટે આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા હતા. જેમાં કરીના કપૂર, રણબીર કપૂર, શાહિદ કપૂર, અનિલ કપૂર, રાની મુખર્જી સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા.

શાહરૂખ ખાને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં એવોર્ડ જીત્યો હતો. કિંગ ખાને સ્ટેજ પર આવીને બધાનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે છેલ્લી ઘડી સુધી તેને ખ્યાલ નહોતો કે તેણે આ એવોર્ડ જીતી લીધો છે. શાહરુખ ખાને કહ્યું હતું કે- મેં વિચાર્યું ન હતું કે મને એવોર્ડ મળશે. મને ઘણા વર્ષોથી બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો નથી. મને લાગવા માંડ્યું હતું કે હવે મને આ એવોર્ડ નહીં મળે. કિંગ ખાને કહ્યું કે તે આ એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છે અને એવોર્ડ મળ્યા બાદ તે હંમેશા સારું અનુભવે છે. તેણે કહ્યું કે ટ્રોફી તેને આકર્ષે છે.


નેગેટિવ રોલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર બોબી દેઓલનું પાત્ર ભલે ફિલ્મમાં બહુ મોટું ન હોય, પરંતુ એક પણ ડાયલોગ બોલ્યા વિના, તેણે પોતાની બોડી લેંગ્વેજ દ્વારા લોકોના દિલમાં એવો ડર જગાવ્યો, જેનાથી લોકોના રૂંવાડા ઊભા થઇ ગયા હતા. લોકોને તે ખરેખરો વિલન લાગ્યો એ તેની જોરદાર અભિનયક્ષમતા છે. તેની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર 800 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી.


દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024ના વિજેતાઓ


બેસ્ટ એક્ટર (નેગેટિવ રોલ) – બોબી દેઓલ (એનિમલ માટે)
બેસ્ટ ડિરેક્ટર – સંદીપ રેડ્ડી વાંગા (એનિમલ માટે)
બેસ્ટ એક્ટર – શાહરૂખ ખાન (જવાન માટે)
બેસ્ટ એક્ટર (ક્રિટીક્સ કેટેગરી) – વિકી કૌશલ (સેમ બહાદુર માટે)
બેસ્ટ એક્ટ્રેસ – નયનથારા (જવાન માટે)
દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2024ના રેડ કાર્પેટ પર બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યા હતા. કરીના કપૂર ગોલ્ડન આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે, શાહિદ કપૂર બ્લેક કલરમાં એકદમ હેન્ડસમ લાગતો હતો. આ સિવાય રાની મુખર્જી બ્લેક સાડીમાં રેડ કાર્પેટ પર ચમકી હતી. એવોર્ડ શોના રેડ કાર્પેટ પર નયનથારા, આદિત્ય રોય કપૂર, જાવેદ જાફરી, શમિતા શેટ્ટી, વિક્રાંત મેસી, સોનલ ચૌહાણ, અદા શર્મા, સાન્યા મલ્હોત્રા, રૂપાલી ગાંગુલી પરિવાર સાથે, નીલ ભટ્ટ, ઐશ્વર્યા શર્મા, જવાન ડિરેક્ટર એટલી સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button