દૂરદર્શનના કાળની એ ટીવી સિરિયલ, જે પાંચ વર્ષ ચાલી અને ઘરે ઘરે જોવાતી હતી | મુંબઈ સમાચાર

દૂરદર્શનના કાળની એ ટીવી સિરિયલ, જે પાંચ વર્ષ ચાલી અને ઘરે ઘરે જોવાતી હતી

Doordarshan 90s TV serials: એક સમય હતો, જ્યારે ટીવીમાં કોઈ ચેનલ ન હતી આવતી. દુરદર્શન એકમાત્ર ચેનલ હતી. જેનાથી જ સૌનું મનોરંજન થતું હતું. દુરદર્શન પર આવતી ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી સીરિયલ લોકપ્રિય બની હતી.

આ સિવાય પણ એવી ઘણી સીરિયલ હતી. જે સારી વ્યુઅરશિપ ધરાવતી હતી. 90ના દાયકામાં આવતી ‘જુનૂન’ સીરિયલ પણ આવી જ એક સીરિયલ હતી.

આપણ વાંચો: yeh un dinon ki baat hai: વિભાજિત કૉંગ્રેસના પરિણામો પહેલીવાર દુરદર્શન પર લોકોએ જોયા હતા

અઠવાડિયામાં એક વાર આવતો હતો એપિસોડ

દૂરદર્શન પર ‘જુનૂન’ સીરિયલ પાંચ વર્ષ સુધી ચાલી હતી. પ્રાઈમ ટાઈમ દરમિયાન ચાલતી આ સીરિયલનું સૌથી લાંબા સમય સુધી પ્રસારણ થયું હતું. 1994માં આ સીરિયલ શરૂ થઈ હતી.

5 વર્ષ દરમિયાન તેના 510 એપિસોડ પ્રસારિત થયા હતા. સુમેર રાજવંશ અને આદિત્ય ધનરાજની આસપાસ આ સીરિયલની વાર્તા ફરતી રહે છે. બંને બિઝનેસમાં એકબીજાના પ્રતિસ્પર્ધી હોય છે. બંને વચ્ચે હંમેશા ટકરાવ થતો રહેતો હોય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, આ સીરિયલમાં 54 મોટા સ્ટાર કલાકારો હતા. જેમાં અર્ચના પૂરણ સિંહ, મંગલ ઢિલ્લન, શશિ પુરી, નીના ગુપ્તા, કિટ્ટુ ગિદવાણી, ટૉમ એલ્ટર, સઈદ જાફરી, ફરીદા જલાલ,સ્મિતા જયકર, હેમંત બિર્જે, નીલિમા અજીમ, રાજેશ ખટ્ટર, રંજીત, અજીત વચાની, કલ્પના અય્યર અને વિજયેન્દ્ર ઘાટગે જેવા 54 કલાકારો હતા.

જે પૈકીના રવિન્દ્ર કપૂર, સઈદ જાફરી, મંગલ ધિલ્લોન, દીના પાઠક, સુરેશ ચટવાલ, નવીન નિશ્ચલ, શિવરાજ, ટોમ ઓલ્ટર, ગેવિન પેકાર્ડ, મોહન ગોખલે, અજીત વાછાણી, વિરેન્દ્ર રાઝદાન અને ચંદ્રશેખર વૈદ્ય જેવા 13 કલાકારોનું હાર્ટ એટેક કે અન્ય કારણોસર નિધન થઈ ચૂક્યું છે.

આપણ વાંચો: આજની ઘણી મહિલા અધિકારી દુરદર્શનની આ સિરિયલની આભારી છે

ઓછી સુવિધામાં કરતા હતા સારું કામ: અર્ચના પૂરણ સિંહ

અર્ચના પૂરણ સિંહે આ સીરિયલમાં રેખા ચક્રવર્તી નામની મોર્ડન મહિલાની ભૂમિકા ભજવી હતી. તે આ પાત્ર માટે ડિરેક્ટરની પહેલી પસંદ હતી. કારણ કે 90ના દાયકામાં તે ગણ્યાગાંઠ્યા કલાકારો જ પોપ્યુલર હતા. અર્ચના પૂરણ સિંહે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં આ સીરિયલ સાથેની યાદોને શેર કરી હતી.

અર્ચના પૂરણ સિંહે જણાવ્યું હતું કે, “જુનૂન સીરિયલનું શુટિંગ નાગી વિલામાં થયું હતું. એ સમયે વેનિટી વાનની સુવિધા ન હતી. તેથી શુટિંગ માટે રિયલ લોકેશનનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. નાગી વિલામાં કાસ્ટને મેકઅપ રૂમ આપવામાં આવ્યો હતો. અમારી આખી ટીમ તેનો ઉપયોગ કરતી હતી.”

અર્ચના પૂરણ સિંહે આગળ જણાવ્યું કે, “તે સમયે આજની ટીવી સીરિયલ કરતા સાવ વિપરીત પરિસ્થિતિ હતી. એક વાર ફરીદાજી અને હું એક રૂમમાં હતા. ત્યારે મંગલ ઢિલ્લન ત્યાં આવ્યા અને કહ્યું કે, મારે કપડાં બલદવા છે. મેં મોઢું બીજી બાજુ ફેરવી લીધું હતું અને મંગલ ઢિલ્લને કપડાં બદલ્યા હતા. આ રીતે અમે ઓછી સુવિધા વચ્ચે પણ સારું કામ કર્યું છે. “

ઉલ્લેખનીય છે કે, અઠવાડિયામાં એકવાર પ્રાઈમ ટાઈમ દરમિયાન પ્રસારિત થતી ‘જુનૂન’ ટીવી સિરિયલે તગડી વ્યુઅરશિપ મેળવી હતી. આ ટીવી સિરિયલની દર્શકો આતુરતાપુર્વક રાહ જોતા હતા. આ ટીવી સિરિયલ એટલી હીટ થઈ હતી કે, દૂરદર્શને તેને બપોરે રિપીટ ટેલિકાસ્ટ પણ કરતું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button