મનોરંજન

આ ક્યુટ નાનકડી ઢબુડીને ઓળખી? આજે છે ધનવાન પરિવારની સ્ટાઈલિશ બહુરાની…

સોશિયલ મીડિયા પર હાલમાં એક નાનકડી ઢબુડીનો ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ઢબુડીએ ભરતનાટ્યમના આઉટફિટમાં જોવા મળી રહી છે. ભરત નાટ્યમ અને ક્લાસિકલ ડાન્સ પ્રત્યેના પ્રેમે જ આ બાળકીને દેશના જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન પરિવારની વહુરાણી બનાવી છે. એક સમયે ટીચિંગ જેવા નોબેલ પ્રોફેશનનું કામ પણ કરી ચૂકી છે. ઓળખાણ પડી ખરી? નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ ફોટો દુનિયાના ધનવાન પરિવારની લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani)ના બાળપણનો છે. નીતા અંબાણીના લગ્ન મુકેશ અંબાણી સાથે થયા એ પહેલાં નીતા અંબાણી એકદમ નોર્મલ ગર્લની લાઈફ જીવી રહ્યા હતા. એટલું જ નહીં પણ અનેક રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે લગ્ન પહેલાં તો નીતા અંબાણી એક સ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં અને મુકેશ અંબાણી સાથેના લગ્ન બાદ પણ નીતા અંબાણીએ શિક્ષિકા તરીકેની નોકરી ચાલુ જ રાખી હતી.

નીતા અંબાણીનો ડાન્સિંગ અને કળા પ્રત્યેનો પ્રેમ તો એકદમ જગજાહેર છે. આજે પણ ફેમિલી ફંક્શન હોય કે કોઈ ઈવેન્ટમાં નીતા અંબાણીનું ગ્રેસફૂલ પર્ફોર્મન્સ જોવું એ આંખો માટે ટ્રીટ સમાન હોય છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમયે પણ નીતા અંબાણીએ શાનદાન પર્ફોર્મન્સ આપ્યું હતું

હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો સામે આવ્યા છે, જેમાં નીતા અંબાણીના બાળપણની ઝલક જોવા મળી રહી છે. આ ફોટો અંબાણીના ફેનપેજ દ્વારા શેર કરવામાં આવ્યા છે. પહેલા ફોટોમાં નીતા અંબાણી ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં નીતા અંબાણી બંને હાથને કમર પર હાથ રાખીને ઉભેલા જોવા મળી રહ્યા છે.

બીજા ફોટોમાં નીતા અંબાણી એક વિશાળ નટરાજની મૂર્તિ સામે મંચ પર ઉભેલા જોવા મળી રહ્યા છે. જ્યાં તેઓ એ શાનદાર પરફોર્મન્સ આપતા જોવા મળી રહ્યા છે. નીતા અંબાણીની ત્રીજી ફોટો તો એકદમ હટકે છે અને તે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહ્યો છે.

નીતા અંબાણીએ છ વર્ષની ઉંમરથી જ ભરત નાટ્યમ શીખવાનુ શરૂ કરી દીધું હતું અને ત્યાર બાદ તેઓ પ્રોફેશનલ ભરતનાટ્યમ ડાન્સર બની ગયા. અગાઉ કહ્યું એમ ધીરુભાઈ અંબાણીએ નીતા અંબાણીના ક્લાસિકલ પર્ફોર્મન્સ જોઈને જ મુકેશ અંબાણી માટે નીતા અંબાણીનો હાથ માંગવા પહોંચી ગયા હતા.

આ પણ વાંચો…અંબાણી પરિવારના આ ખાસ સદસ્યએ છોડ્યો પરિવારનો સાથ, પરિવારે લખી ઈમોશનલ નોટ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button