Diya Aur Baati Hum ફેમ એક્ટ્રેસે Sasural Simar Ka-2ના Actor સાથે માંડ્યા પ્રભુતામાં પગલા…
પોપ્યુલર ટીવી શો Diya Aur Baati Humની એક્ટ્રેસ પૂજા સિંહે લગ્ન કરી લીધા છે અને તેણે Sasural Simar Ka-2ના અભિનેતા કરણ શર્મા સાથે સાત ફેરા લીધા હતા, જેની તસવીરો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે.
એક્ટ્રેસ પૂજા સિંહ Diya Aur Baati Humમાં ઈમલી રાઠોડની ભૂમિકામાં નજરે પડી હતી. પૂજા અને કરણે 30મી માર્ચના લગ્ન કર્યા હતા અને એમના લગ્નમાં અનેક ટીવી સેલેબ્સે હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર પૂજા અને કરણના લગ્નના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો : Airport પર આ શું કરતા દેખાયા Priyanka Chopra-Nick Jonas?
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં પૂજા સિંહ બ્રાઈડલ એન્ટ્રી કરતી જોવા મળી રહી છે અને આ વીડિયોમાં તેની એન્ટ્રીથી લઈને વરમાળા સુધીની ઝલક બતાવામાં આવી છે. વરમાળા બાદ બન્નેએ એકબીજાને ભેટીને કિસ પણ કરી હતી. તેમના લગ્નમાં Sasural Simar Ka-2, Diya Aur Baati Hum અને Tere Ishq Mein Ghayal સિરીયલના સ્ટાર્સનો સામેલ હતા. લગ્ન પહેલાં પૂજા સિંહ અને કરણ શર્માએ સગાઈ પણ કરી હતી.
પૂજા સિંહ અને કરણ શર્માના લગ્નના ફંક્શન 29મી માર્ચના શરૂ થયા હતા. પહેલા દિવસે મહેંદીની રસમ થઈ હતી, જેમાં પૂજાના હાથ પર કરણનો ચહેરો બનાવાયો હતો. ત્યાર પછી સંગીત સંધ્યા રાખવામાં આવી હતી. પૂજા સિંહના સંગીતમાં પર દીયા ઔર બાતી હમમાં ભાભોનું પાત્ર ભજવનાર નીલૂ વાઘેલાએ જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. પૂજા સિંહના આ બીજા લગ્ન છે. આ પહેલાં તેણે કેનેડામાં બોયફ્રેન્ડ કપિલ ચટનાની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન 2017માં થયા હતા પણ 2021માં ટૂટી ગયા હતા. હવે ફરી નવી શરૂઆત કરતા પૂજા ખૂબ ખુશ છે.
પૂજા સિંહ અને કરણ શર્માની લવ સ્ટોરીની વાત કરવામાં આવે તો, બંન્નેની મુલાકાત કોમન ફ્રેન્ડ થકી થઈ હતી. પૂજા સિંહે જણાવ્યું હતું કે આ એક રીતે અરેન્જ મેરેજ સેટ-અપ હતું. કરણ અને પૂજાએ કેટલાય વર્ષ સુધી એક જ પ્રોડક્શન હાઉસ સાથે કામ કર્યું છે, પણ ક્યારે એક બીજાને મળ્યા નથી. પૂજાએ કહ્યું હતું કે તે અને કરણ એક જ સ્ટૂડિયોમં શૂટ કરતા હતા પણ ક્યારે મળ્યા નથી. ત્યાં સુધી કે કોવિડ દરમિયાન કરણ અને તેમની સિરીયલની પૂરી કાસ્ટ એક જ હોટલમાં રોકાઈ હોવા છતાં પણ તેઓ મળ્યા નથી.