દિવાળી પાર્ટીમાં બ્લેક શિમરી સાડીમાં ફૂલઝડી બની પહોંચી આ એક્ટ્રેસ, યુઝર્સે…

દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઊજવણી થઈ રહી છે અને ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ પરિવાર, મિત્રો અને મનગમતા પાત્ર સાથે પ્રકાશના પર્વની ઉજવણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ટીવી એક્ટ્રેસ અવનીત કૌરનો દિવાળી લૂક વાઈરલ થઈ રહ્યો છે. અવનીત કૌરે બ્લેક સાડીમાં દિવાળી પાર્ટીના કેટલાક ફોટા શેર કર્યા છે અને નેટનો પારો ઉંચે ચડી ગયો હતો. અવનીત કૌરે પોતાની એક્ટિંગથી ફેન્સનું દિલ તો જિતી લીધું છે, પણ એની સાથે સાથે તેનો ગ્લેમર અંદાજ પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Avneet Kaur એ નવી તસવીરો શેર કરી કે લોકોએ પૂછ્યું સગાઈ કરી?
અવનીત કૌરે બ્લેક સાડી સાથે સિલ્વર જ્વેલરી અને બ્લેક બિંદી સાથે કમ્પલિટ કર્યો હતો. અવનીતે પોતાના વાળ ખુલ્લા રાખીને દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. શિમરી બ્લેક સાડી અને ઉપરથી ડીપનેક બ્લાઉઝ પહેરીને પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યો હતો. નેટિઝન્સ અવનીતના આ ફોટો પર લાઈક્સ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.
આ પણ વાંચો : અવનીત કૌરની બ્લુ બીચ પર મસ્તી…
અવનીત કૌરે સોશિયલ મીડિયા પર પોતાના દિવાળી લૂકના ફોટો શેર કરીને કેપ્શન લખ્યું હતું કે ધ રિયલ ફૂલઝડી… આ ફોટો અવનીતે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા હતા. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અવનીત કૌર 13.9 મિલિયન ફોલોવર્સ છે આ ફોટોને ફેન્સ ખૂબ જપસંદ કરી રહ્યા છે અને એમ પણ અવનીતના અંદાજ પર ફેન્સ હંમેશા ફિદા રહે છે.
આ પણ વાંચો : બર્થ-ડેની ઉજવણી વખતે જુઓ અવનીત કૌરનો બોલ્ડ અંદાજ…

વાત કરીએ અવનીતના વર્ક ફ્રન્ટની તો અવનીત કૌરે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ મર્દાની (2014)થી ડેબ્યુ કર્યું હતું. આ સિવાય અવનીત કૌરે ટીકુ વેડ્સ શેરુમાં પણ નવાઝુદ્દીન સિદ્દીકા સાથે કામ કર્યું હતું. આ ઉપરાંત અવનીત કૌર અલ્લાદીન-નામ તો સુના હી હોગા, ડાન્સ ઈન્ડિયા ડાનસ લિટલ ચેમ્પ, મેરી મા જેવી ટીવી સિરીયલણ કરી ચૂકે છે.