જાણીતી ટીવી એક્ટ્રેસ પર તૂટી પડ્યો દુઃખનો ડુંગર, નાની વયે થયું દીકરીનું નિધન…
ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ દિવ્યા સેઠ-શાહ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે તેમની એકની એક દીકરી મિહિકા શાહનું પાંચમી ઓગસ્ટના નાની વયે માંદગીને કારણે નિધન થયું હતું. મિહિકાના નાની સુષમા સેઠ પણ ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારમાંથી એક છે. ગુરુવારે 8મી ઓગસ્ટના મિહિકાની પ્રાર્થના સભા રાખવામાં આવી છે. મિહિકાના નિધનથી સેઠ અને શાહ પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
My bestest friend Divya, who taught me acting.Don’t hold the bad ones I do,only the good inspired by her teachings pic.twitter.com/pJgc2aCpda
— Shah Rukh Khan (@iamsrk) November 25, 2015
હાલમાં જ 29મી જુલાઈના દિવ્યા સેઠે દીકરી મિહિકા સાથે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી અને હવે અચાનક જ મિહિકાના નિધનથી બધા જ ચોંકી ઉઠ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટની મદદથી આ સમાચાર સામે આવ્યા છે. આ જ પોસ્ટમાં 8મી ઓગસ્ટના મિહિકાની પ્રાર્થના સભા રાખવામાં આવી હોવાની માહિતી આપતા લખવામાં આવ્યું છે કે આપણી વ્હાલી મિહિકા પાંચમી ઓગસ્ટના જ આપણને છોડીની જતી રહી છે.
આ પણ વાંચો: Glamourથી દૂર મોક્ષ અને શાંતિની શોધમાં છે આ એક્ટ્રેસ, બે વર્ષ સુધી મૌન રહીને…
દિવ્યા સેઠે દીકરીના નિધનની માહિતી ફેસબુક પર પોસ્ટ કરીને આપી હતી. મળી રહેલી માહિતી પ્રમાણે પાંચમી ઓગસ્ટના મિહિકાને તાવ આવ્યો હતો અને ત્યાર બાદ અચાનક જ હાર્ટ એટેક આવતા તેનું નિધન થયું હતું. પરિવારની એકની એક દિકરીના નિધનથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
થોડાક દિવસ પહેલાં દિવ્યાએ પોતાની દીકરી મિહિકા અને મમ્મી સુષમા સેઠ સાથેનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે ડીએનએ જ એક માત્ર સચ્ચાઈ છે. બાકી બધું તો ખૂબ જ મહેનતનું કામ છે. મધરશિપને થેન્ક્યુ.
દિવ્યા સેઠ ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો છે જ પણ એની સાથે સાથે જ સુષમા સેઠ પણ એક જાણીકા કલાકાર છે અને તેમણે શાહરુખ ખાન સાથે ફિલ્મ કભી ખુશી કભી ગમમાં કામ કર્યું હતું. બીજી બાજું દિવ્યા સેઠ અને શાહરૂખ ખાન પણ ખૂબ જ સારા મિત્રો છે. એટલું જ નહીં પણ શાહરુખ ખાન દિવ્યા સેઠને જ પોતાના એક્ટિંગ ગુરુ માને છે.