મુંબઈ: નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડયા વચ્ચેના સંબંધો છેલ્લા છ મહિનાથી સમાચારના કેન્દ્રમાં છે. IPL દરમિયાન જ એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે હાર્દિક અને નતાશાના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. જો કે આ મામલે લાંબા સમય સુધી મૌન રાખ્યા બાદ બંનેએ તેના છૂટાછેડાની જાહેરાત કરીને જાહેર કર્યું કે બંને હવે સાથે નથી. નતાશા અને હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર તેમના છૂટાછેડાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે બંને પરસ્પર સંમતિથી આ નિર્ણય પર પહોંચ્યા છે. જો કે પુત્ર અગસ્ત્યના ઉછેરને લઈને બંનેએ સાથે રહેવાની વાત કરી છે. જો કે હાર્દિકના નતાશાના છૂટાછેડાના સમાચારના એક દિવસ બાદ જ ક્રિકેટરે બીજી બોલિવૂડ અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું શરૂ કરી દીધું છે.
હમણાં જ અનંત-અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના હાર્દિક અને અનન્યાનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ બંને સેમ વાઈબથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. હાલમાં જ અનન્યા અને હાર્દિકનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં બંને ‘લડકી આંખ મારે’ સોંગ પર ખૂબ ધૂમ મચાવતા જોવા મળ્યા હતા. આ બંનેની સાથે રણવીર સિંહ અને અનિલ કપૂર પણ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો આવેરલ થયા બાદ હવે અનન્યા અને હાર્દિકે પણ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે.
થોડા દિવસો પહેલા જ એવી ચર્ચા હતી કે અનન્યા પાંડેનું આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ થઈ ચૂક્યું છે. બંને એકબીજાથી લાંબા સમય સુધી ડેટ કરી ચૂક્યા છે અને તેમની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. જો કે બંનેએ ક્યારેય તેમની રિલેશનશિપની પુષ્ટિ નથી કરી. પરંતુ બાદમાં સમાચાર આવ્યા કે અનન્યા અને આદિત્યનું બ્રેકઅપ થઈ ગયું છે. જો કે હાલમાં જ અનંત-રાધિકાના લગ્નના અનન્યા અને હાર્દિકના કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જેમાં બંને મોજથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્યારથી બંનેના નામના જોડકણા જોડાવા લાગ્યા છે.