TMKOCના કલાકારે કર્યો દયાબેનની એન્ટ્રીની લઈને ચોંકાવનારો ખુલાસો, કહ્યું તેઓ… | મુંબઈ સમાચાર
મનોરંજન

TMKOCના કલાકારે કર્યો દયાબેનની એન્ટ્રીની લઈને ચોંકાવનારો ખુલાસો, કહ્યું તેઓ…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ દેશની સૌથી લાંબા સમય સુધી ચાલનારી ટીવી સિરીયલમાંથી એક છે. 17 વર્ષથી સતત આ ટીવી શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છું. આટલી લાંબી સફર દરમિયાન અનેક નવા કેરેક્ટર્સ આવ્યા અને જૂના કેરેક્ટર્સ આ શો છોડીને જતાં રહ્યા. દર્શકોને આ શોમાં સૌથી વધુ કોઈ કેરેક્ટરની યાદ સતાવી રહી હોય તો તે છે દયાબેન ઉર્ફે દિશા વાકાણી. શોમાં અવારનવાર દિશા વાકાણીની એન્ટ્રીને લઈને જાત જાતની વાતો થતી રહી છે. હવે ખુદ દિશા વાકાણીના રીલ અને રિયલ લાઈફ ભાઈ સુંદર વીરા ઉર્ફે મયુર વાકાણીએ આ બાબતે ખુલાસો કર્યો છે-

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં મયુર વાકાણીએ જણાવ્યું હતું કે હાલમાં તો દિશા વાકાણી રિયલ લાઈફમાં માતાની ભૂમિકામાં ભજવવામાં વ્યસ્ત છે. તમારી જાણ માટે કે મયુર દિશા કરતાં બે વર્ષ મોટા છે અને તેણે દિશા વાકાણીને જર્નીને નજીકથી જોઈ છે. તેમણે આગળ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો તમે પ્રામાણિક અને પૂરી શ્રદ્ધાથી કામ કર્યું તો ભગવાનના આશિર્વાદ તમારી સાથે રહે છે. દિશાએ આ સિરીયલ માટે ખૂબ જ મહેનત કરી છે અને એટલે લોકો તેને ખૂબ જ પ્રેમ કરે છે.

મયુક વાકાણીએ જણાવ્યું હતું કે અમારા પિતાએ દણાવ્યું હતું કે જીવનમાં જે પણ કામ મળે તો એ કામ ખૂબ જ ઈમાનદારીથી કરવું જોઈએ. અમે બંને ભાઈ-બહેન પિતાની વાતનું પાલન કરીએ છીએ. હાલમાં દિશા રિયલ લાઈફમાં એક મધરનો રોલ કરી રહી છે અને તે સંપૂર્ણ સમર્પણથી આ રોલ કરી રહી છે.

શોમાં દયાબેન ક્યારે પાછા ફરશે એને લઈને અનેક અહેવાલો સામે આવતા રહે છે અને અનેક લોકો મયુરને પણ આ સવાલ કરતાં હોય છે. આ સવાલના જવાબમાં મયુર વાકાણીએ જણાવ્યું હતું કે હું જ્યારે મારી બહેનને મળું છું ત્યારે એક ભાઈ તરીકે મળું છું. પણ જ્યારે એક્ટિંગ અને પડદા પર પ્રેમ દેખાડવાનું છે ત્યારે હું ક્યારેય મર્યાદા નથી પાર કરતો. હું હંમેશા આદર કરું છું.

મયુરે બહેન દિશાના કામના વખાણ કરતાં જણાવ્યું હતું કે દિશા જ્યારે કેમેરાની સામે નથી હોતી ત્યારે તે ખુબ જ શાંત હોય છે, સ્ટેજ પર કે કેમેરા સામે આવે છે ત્યારે તેની અંદર એક અલગ જ એનર્જી છે. તેના જેવી દમદાર એક્ટિંગ હું ના કરી શકું.

ટૂંકમાં મયુર વાકાણીની વાત પરથી એટલો અંદાજો તો આવી જ રહ્યો છે કે દિશા વાકાણી હાલ પૂરતું તો આ શોમાં પાછા ફરે એવું નથી લાગી રહ્યું. દિશા વાકાણી હાલમાં પોતાની ફેમિલી લાઈફને એન્જોય કરી રહ્યા છે. ગણેશોત્સવ દરમિયાન દિશા વાકાણી મુંબઈના લાલબાગચા રાજાના દર્શને આવ્યા હતા.

આ પણ વાંચો…TMKOC: શોના પ્રોડ્યુસર આસિત મોદીએ પોસ્ટ શેર કરીને કહ્યું કે પહેલાં દિવસથી જ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button