માસ્ક પહેરીને કોણ પહોંચ્યુ લાલબાગચા રાજાના દર્શને? TMKOC સાથે છે ખાસ કનેક્શન…

લોકપ્રિય ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ઘર-ઘરમાં લોકપ્રિય થયેલાં દયાબેન એટલે દિશા વાકાણી મુંબઈના લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા હતા. દિશા વાકાણી 2018માં આ શો છોડીને મેટરનિટી લીવ પર જતા રહ્યા હતા. દિશા વાકાણીએ તારક મહેતા કા ચશ્મામાં દયાબેનનો રોલ કરીને લોકપ્રિયતા હાંસિલ કરી હતી.
દિશા વાકાણી હાલમાં મુંબઈના લાલબાગચા રાજાના દર્શન કરવા મુંબઈ પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દિશા વાકાણી માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. દિશા વાકાણી બાપ્પાના આશિર્વાદ લેવા માટે લાલબાગચા રાજા પંડાલમાં દર્શન કરવા પહોંચ્યા હતા.
આ સમયે દિશા વાકાણીએ માસ્કથી પોતાનો ચહેરો કવર કર્યો હતો અને આ સમયે દિશા વાકાણી આંખોમાં કાજલ, અંબોડો અને માથા પર ચંદનનું તિલક કર્યું હતું. બનારસી સાડી સાથે ગળામાં મલ્ટી લેયર્ડ મોતીની માળા પહેરી હતી. ફેન્સ દિશા વાકાણીને આ લૂકમાં ઓળખી નહોતા શક્યા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા વાકાણી હાલમાં ફેમિલી ટાઈમ એન્જોય કરી રહ્યા છે. પરંતુ ફેન્સ એવી આશા સેવી રહ્યા છે ટૂંક સમયમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરે. આસિત કુમાર મોદી રક્ષાબંધન પર દયાબહેન પાસે રાખડી બંધાવવા તેમના ઘરે પહોંચ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયો હતો.
આ પણ વાંચો….તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ સ્ટાર છે દુઃખમાં, પોસ્ટ કરીને આપી માહિતી…