મનોરંજન

દયાબહેનનો નવો અંદાજ જોઈ ફેન્સ થયા આશ્ચર્યચકિત! વીડિયો થયો વાઈરલ, શું શોમાં કરશે વાપસી?

લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહી છે. આ શોના દરેક કેરેક્ટરે દર્શકોના મનમાં પોતાની એક અલગ છબિ ઊભી કરી છે અને આ તમામ કેરેક્ટરમાં દર્શકોનું સૌથી મનગમતું કેરેક્ટર એટલે દયાબહેન એટલે કે દિશા વાકાણી. આજે ભલે દયાબહેન શોમાં નથીસ પણ દર્શકો તેમને ખૂબ યાદ કરે છે અને આશા સેવી રહ્યા છે કે દયાબહેન જલદી શોમાં પાછા ફરે. હાલમાં સોશિયલ મીડિયા પર દિશા વાકાણીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેનો બદલાયેલો અંદાજ જોઈને તમે ચોંકી ઉઠશો…

લાંબા સમયથી ટચૂકડાં પડદાં પરથી ગાયબ એવા દિશા વાકાણી અનેક વખત અલગ અલગ જગ્યાએ સ્પોટ થતાં હોય છે અને ફેન્સ તેની સાથે ફોટો ખેંચાવવાનો મોહ છોડી શકતાં નથી. હાલમાં જ એક ફેને દિશા વાકાણી સાથેનો પોતાનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો જોતજોતામાં જ વાઈરલ થઈ ગયો છે. નેટિઝન્સ દિશા વાકાણીનો બદલાયેલો અંદાજ જોઈને તમે પણ ચોંકી ઉઠશો, એ વાતની ગેરન્ટી…

વીડિયોમાં દિશા વાકાણી એક નાનકડી છોકરી સાથે ફોટો ક્લિક કરાવતી જોવા મળે છે. આ સમયે દિશા વાકાણીએ પિંક ફ્લોરલ સૂટ પહેર્યો છે અને આંખો પર ચશ્મા, વાળમાં તેલ અને ખૂબ જ સાદગીભર્યા અંદાજમાં જોવા મળી રહી છે. દિશા આ સમયે નાનકડી બાળકી સાથે વાત પણ કરે છે અને એની સાથે ફોટો ક્લિક કરાવીને તે નમસ્તે કહીને જતી રહી છે. આ સમયે તેના ચહેરા પર મિલિયન ડોલર સ્માઈલ જોવા મળી રહી છે.

આ વીડિયો વાઈરલ થતાં જ ફેન્સ એકદમ ઉત્સાહમાં આવી ગયા છે અને કમેન્ટ સેક્શનમાં પોતાની ફિલિંગ શેર કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે દિશા વાકાણીએ રિયલ લાઈફમાં પણ કેટલી સિમ્પલ અને પ્રેમાળ છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે કેટલાક દિવસે તે દેખાઈ છે. તેના ચહેરા પર એક અલગ જ શાંતિ અને ખુશી જોવા મળી રહી છે. વળી કેટલાક લોકો દયાબહેનને પૂછી રહ્યા છે કે તેઓ ક્યારે શોમાં પાછા ફરશે?

અત્રે ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી છેલ્લાં અનેક વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી દૂર છે. દીકરીના જન્મ બાદ તેમણે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં શોમાં કમબેક કરશે, પરંતુ એવું થયું નહીં. કોવિડ પહેલાં પણ દિશા વાકાણી શોમાં પાછા ફરશે, એવા રિપોર્ટ્સ સામે આવ્યા હતા, પરંતુ એવું થયું નહીં અને આ દરમિયાન તે બીજી વખત પ્રેગ્નન્ટ થઈ અને તેણે સ્પષ્ટ કરી દીધું કે તે શોમાં પાછી નહીં ફરે.

આપણ વાંચો:  નીતા અંબાણીએ વેવાણની બર્થડે પાર્ટીમાં પહેર્યો કરોડોનો નેકલેસ, જાણો શું છે આ ‘પરાઈબા ટુરમલીન’?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button