રેડ કલરના આઉટફિટમાં એક્ટ્રેસનો સિઝલિંગ લૂક, ફેન્સ થયા ઘાયલ… | મુંબઈ સમાચાર
મનોરંજન

રેડ કલરના આઉટફિટમાં એક્ટ્રેસનો સિઝલિંગ લૂક, ફેન્સ થયા ઘાયલ…

બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણી ફિલ્મી દુનિયાની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખાસી એક્ટિવ રહે છે. હાલમાં જ એક્ટ્રેસના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. આ વાઈરલ ફોટોમાં દિશા પટણી રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે અને તેનો હોટ તેમ જ સિઝલિંગ અવતાર જોઈને ફેન્સ એકદમ બેકાબુ થઈ ગયા હતા. ચાલો એક નજર કરીએ દિશા પટણીના આ લૂક પર…

સોશિયલ મીડિયા પર દિશા પટણીએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી એક સુંદર રેડ કલરના આઉટફિટમાં ફોટો શેર કર્યા છે. આ લૂકમાં દિશાએ એકથી ચઢિયાતા એક સિઝલિંગ પોઝ આપ્યા છે. એક્ટ્રેસે પોતાના આ લૂક સાથે ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર કેપ્શન પણ પોસ્ટ કરી છે. યુઝર્સ દિશાનો આ અવતાર જોઈને એકદમ ઘાયલ થઈ ગયા હતા અને લાઈક્સ તેમ જ કમેન્ટ કરીને તેના પર વ્હાલ વરસાવી રહ્યા છે.

દિશા પટણીના આ ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. રેડ કલરનો આ સ્કાર્લેટ દિશાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. આ ડ્રેસમાં સ્માર્ટ કટ આઉટ્સ અને સ્ટાઈલિશ રફલ્સ જોવા મળી રહ્યા છે, જે તેની સુંદરતા વધારી રહ્યા છે. દિશાએ આ સુંદર આઉટફિટ સાથે ગ્લોસી મેકઅપ કર્યો છે. હળવું બ્લશ, ગુલાબી લિપ્સ, સ્મોકી આઈ મેકઅપ દિશાની સુંદરતા વધારી રહ્યા હતા. તમે પણ દિશાના આ વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…

દિશાના આ ફોટો પર એક્ટ્રેસ મૌની રોયે કમેન્ટ કરતાં લખ્યું હતું કે ખૂબ જ સુંદર. જ્યારે દિશાના મિત્ર એલેકઝાંડર એલેક્સ ઈલિકે ફાયરની ઈમોજી શેર કરી છે. દિશાની બહેન ખુશબૂ પટણીએ લખ્યું હતું કે ફાયર હૈ ફાયર, પુષ્પા નામ તો સુના હોગા. સેલેબ્સ સિવાય ફેન્સ દિશાના ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું તમે ખૂબ જ સુંદર છો તો બીજા એક યુઝરે લખ્યું હતું કે શાનદાર…

વાત કરીએ દિશા પટણીના વર્ક ફ્રન્ટની તો દિશા પાસ હાલમાં અનેક મોટા મોટા પ્રોજેક્ટ છે અને કથિત રીતે તે ટૂંક સમયમાં સૂર્યા 42, યૌદ્ધા અને પ્રોજેક્ટ કેમાં જોવા મળશે. આ સિવાય તે શાહિદ કપૂર સાથે પણ એક ફિલ્મમાં જોવા મળશે. ખબરો પર વિશ્વાસ કરીએ તો દિશા ફિલ્મ કલ્કી 2898 એડી ટુમાં પણ જોવા મળશે.

આ પણ વાંચો…પ્રેગ્નન્સી વખતે રાધિકા આપ્ટે સાથે પ્રોડ્યુસરે કર્યું ખરાબ વર્તનઃ હવે રહસ્ય ખોલ્યું…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button