કોણ છે દિશા પટનીનો રુમર્ડ બોયફ્રેન્ડ? તમે ન જોયો હોય તો જોઈ લો…

મુંબઈ: બોલીવુડની ગ્લેમરસ એક્ટ્રેસ દિશા પટની ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચાના ચગડોળે ચઢી છે. સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે દિશાના જીવનમાં ફરીથી પ્રેમની એન્ટ્રી થઈ છે. હાલમાં જ ઉદયપુરમાં યોજાયેલા એક લગ્ન સમારોહમાં દિશા એક અજાણ્યા વ્યક્તિ સાથે જોવા મળી હતી, જેના પછી ચાહકોમાં આતુરતા વધી ગઈ છે કે આખરે આ નસીબદાર વ્યક્તિ કોણ છે?
કૃતિ સેનનની બહેન નુપૂર સેનન અને સ્ટેબિન બેનના ઉદયપુરમાં યોજાયેલા ભવ્ય લગ્નમાં દિશા પટની પંજાબી સિંગર તલવિંદર સાથે જોવા મળી હતી. વાયરલ થયેલી તસવીરોમાં બંને એકબીજાનો હાથ પકડીને ચાલતા અને ખૂબ જ નજીક જોવા મળ્યા હતા. આ તસવીરો સામે આવ્યા બાદ દિશા અને તલવિંદર એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અટકળો તેજ બની છે. જોકે, બંને તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
કોણ છે સિંગર તલવિંદર?
તલવિંદરનું આખું નામ તલવિંદર સિંહ સિદ્ધૂ છે. તેઓ પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર, મ્યુઝિશિયન અને પ્રોડ્યુસર છે. 1997માં પંજાબના તરન તારનમાં જન્મેલા તલવિંદર હીપ-હોપ, આર એન્ડ બી અને ટ્રેપ મ્યુઝિકમાં મહારત ધરાવે છે. વર્ષ 2024માં તેનું આલ્બમ ‘મિસફિટ’ લોન્ચ થયું હતું અને તેણે આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે પણ કામ કર્યું છે. તાજેતરમાં તેણે ‘લોલાપાલૂઝા ઈન્ડિયા 2025’માં પણ શાનદાર પર્ફોર્મન્સ આપીને ચાહકોનું દિલ જીત્યું હતું.
તલવિંદરની સૌથી મોટી ખાસિયત એ રહી છે કે તેઓ અત્યાર સુધી દુનિયા સામે પોતાનો ચહેરો છુપાવીને રાખતા હતા. તેઓ અવારનવાર ચહેરા પર ડરામણો પેઇન્ટ લગાવીને જ જોવા મળતા હતા. પરંતુ દિશા પટની સાથેની તસવીરોમાં તેમનો અસલી ચહેરો સામે આવતા સોશિયલ મીડિયા પર ફેન્સ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. નેટિઝન્સ કમેન્ટ કરી રહ્યા છે કે, “આખરે તલવિંદરનો ફેસ રિવિલ થઈ જ ગયો!”
આપણ વાંચો: મુંબઈમાં ક્રિકેટ રમતી વખતે ગુજરાતી ઉભરતા કલાકારે ગુમાવ્યો જીવ, રંગભૂમિમાં ફરી વળ્યું શોકનું મોજું…



