દિશા પટણીએ બોલ્ડ ફોટોશૂટ કરાવીને બતાવ્યો હોટ અંદાજ

બોલીવુડની બિકિની ક્વીન દિશા પટણી તેના અભિનય કરતા તેની બોલ્ડ અદાને લઈ લાઈમલાઈટમાં રહે છે. યુવાનોના દિલ પર રાજ કરતી દિશા સોશિયલ મીડિયા પર જોરદાર સક્રિય રહે છે, તેમાંય વળી લોકોના દિલદિમાગમાં છવાયેલી રહે છે.
પોતાના હોટ ફિગરને કારણે દિશા ચર્ચામાં રહી શકે છે, તેથી રેગ્યુલર રીતે પોતાની બોલ્ડ તસવીરો વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે અને વચ્ચે વચ્ચે ગાયબ પણ થઈ જાય છે, જ્યારે ક્યારેક પોતાની બ્રાન્ડની એડ હોય કે પછી અન્ય વાત પણ ચર્ચામાં રહેવાનું ચૂકતી નથી.

બોલીવુડની એક જ એવી અભિનેત્રી છે, જે પોતાની અભિનય અને હોટનેસને લઈને આગળ આવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ બનાવી છે, જ્યારે એક બ્રાન્ડની એડ કરતી વખતે બિકિનીમાં તસવીર પોસ્ટ કરી હતી, જે એકદમ હોટ છે. પોતાના સોશિયલ મીડિયા પર પોતાની એક પોસ્ટ કરીને મિરર સેલ્ફી મૂકી છે.

બિકિનીમાં જોવા મળતી દિશાની બોલ્ડ ફિગર પર સૌની નજર ટકેલી રહે છે, જ્યારે લાખો લોકોએ લાઈક કરવા સાથે તેની તારીફ કરવાની તેના ચાહકોએ તક ગુમાવી નહોતી. એના અગાઉના દિવસે ટુ પીસમાં જોવા મળતી રેડ એન્ડ બ્લેક ટૂ પીસમાં જોવા મળેલી દિશાના ફોટોએ સોશિયલ મીડિયા પર રીતસરની આગ લગાવી હતી.

પર્સનલ લાઈફની વાત કરીએ તો દિશા તેના પૂર્વ બોયફ્રેન્ડને લઈ ચર્ચામાં રહેતી હતી. થોડા સમય પહેલા એક ટેટૂ ફ્લોન્ટ કરીને લોકોને ચર્ચાના ચગડોળે ચઢાવ્યા હતા. બોલીવુડની ગોસિપ ગર્લની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે, જ્યારે તેના અફેરના કિસ્સા પણ હંમેશાં ચર્ચામાં રહે છે.

આગામી દિવસોમાં દિશા પટણી સાઉથની મૂવી કંગુવામાં જોવા મળશે. આ ફિલ્મ સિવાય વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે. દિશાએ એનિમલ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકામાં જોવા મળી હતી, જ્યારે કલ્કિ 2898માં જોવા મળી હતી.