ગદ્દરના એક્ટર સની દેઓલ પર ડિરેક્ટરે સૌરવ ગુપ્તાએ લગાવ્યા આરોપો
ગદ્દર ફિલ્મના એક્ટર સની દેઓલ (sunny deol) હાલ એક વિવાદમાં છે. ફિલ્મ ડિરેક્ટરે તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. ડિરેક્ટર સૌરવ ગુપ્તાએ (producer sorav gupta) સની દેઓલ પર છેતરપિંડી અને બનાવટનો આરોપ લગાવ્યો છે. હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર આક્ષેપો કર્યા હતા. સૌરવે કહ્યું હતું કે સની દેઓલે 2016માં એક ફિલ્મ પ્રોજેક્ટ માટે એડવાન્સ પેમેન્ટ લીધું હતું, પરંતુ તે કમિટમેન્ટ ક્યારેય પૂર્ણ નથી કર્યું.
એક અખબારી મુલાકાત દરમીયાન તેમણે કહ્યું હતું કે ‘અમે સનીને એડવાન્સ તરીકે 1 કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ તેણે ફિલ્મ શરૂ કરવાને બદલે 2017માં પોસ્ટર બોયઝનું શૂટિંગ શરૂ કર્યું. તે મારી પાસે વધુ પૈસા માંગતો રહ્યા અને અત્યાર સુધી મેં સનીના ખાતામાં 2.55 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. તેના કારણે અન્ય ડિરેક્ટરે પણ પૈસા ચૂકવીને ફિલ્મીસ્તાન સ્ટુડિયો બુક કરવો પડ્યો હતો.
આ સિવાય તેણે કહ્યું કે, ‘જ્યારે અમે એગ્રીમેન્ટ વાંચ્યું તો અમે જોયું કે તેણે વચ્ચેનું પેજ જ બદલી નાખ્યું, જ્યાં ફીની રકમ 4 કરોડ રૂપિયા હતી, તેને વધારીને 8 કરોડ રૂપિયા અને નફો વધારીને 2 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યો. .’ સૌરવ ગુપ્તાએ જણાવ્યું કે તેણે સની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.
જાનવર અને અંદાજ ફિલ્મના ડિરેક્ટરે સુનીલ દર્શને પણ સૌરવનું સમર્થન કર્યું હતું. તેણે કહ્યું- સની દેઓલે મારી ફિલ્મ અજયના રાઇટ્સ ઓવરસીઝ ડિસ્ટ્રીબ્યુશન માટે લીધા હતા અને તેને થોડો જ પૈસા ચૂકવ્યા હતા. બાકીનું પેમેન્ટ હજુ અપાયું નથી. બાદમાં સનીએ મને પ્રોજેક્ટમાં કામ કરવાની વિનંતી કરી અને મારા પર વિશ્વાસ રાખવા કહ્યું.
આ સિવાય પણ એક સ્ત્રોતે નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે, સનીએ રામજન્મભૂમિને લઈને પણ એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. તેના માટે મુંબઈમાં એક સેટ પણ બનાવવામાં આવ્યું હતું પરંતુ અંતે સનીએ સેટ પર આવવાની મનાઈ કરી દીધી હતી.
Also Read –