Happy Birthday: Ramayanમાં Sitamataનો રોલ કરવા પહેલાં આ કામ કરતી હતી એક્ટ્રેસ…
આજે લોકોના ઘરે Sitamata બનીને પહોંચી ગયેલી એક્ટ્રેસ Dipika Chikhaliaનો જન્મદિવસ છે. રામાનંદ સાગરની રામાયણમાં સીતા માતાનો રોલ કરીને લોકાના દિલ પર રાજ કરનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયા આજે પોતાનો 59મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. જોકે, ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે રામાયણમાં સીતા માતાનો રોલ કરવા પહેલાં એક્ટ્રેસ શું કરતી હતી, ચાલો આજે તેમના જન્મદિવસે જાણીએ તેમની લાઈફના કેટલાક સિક્રેટ્સ વિશે…
આજે પણ રામાનંદ સાગરની રામાયણની સ્ટારકાસ્ટને લોકો ભગવાન માનીને પૂજે છે. જ્યાં જ્યાં રામ, લક્ષ્મણ અને સીતા સહિતના કલાકારો જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં લોકો તેમના પગે પડે છે. દિપીકા ચિખલિયાને જ્યારે રામાયણમાં સીતામાતાનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો એ સમયે તેની ઉંમર ખૂબ જ નાની હતી.
જોકે, એ પહેલાં પણ નાની-મોટી ફિલ્મો અને ટીવી સિરીયલમાં દિપીકા ચિખલિયાએ કામ કર્યું હતું પણ સીતામાતાના રોલે તેને ઘર-ઘરમાં એક અલગ ઓળખ અપાવી હતી. ખૂબ જ ઓછા લોકોને જાણ હશે કે એક સમયે દિપીકા ચિખલિયાએ બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. દિપીકા ચિખલિયાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત સુન મેરી લૈલાથી કરી હતી અને તેની પહેલી ફિલ્મથી લોકોને ખૂબ જ અપેક્ષાઓ હતી પણ બોક્સ ઓફિસ પર તે ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. ત્યાર બાદ દિપીકાએ અનેક ફિલ્મો કરી પણ એમાંથી એક પણ સફળ ના થઈ. ધીરે ધીરે દિપીકાને ફિલ્મોમાં કામ મળવાનું પણ બંધ થઈ ગયું હતું.
ફિલ્મોમાં કામ ના મળતાં આખરે દિપીકાએ ટીવી સિરીયલ્સમાં કામ કરવાનું શરુ કર્યું. તેણે વિક્રમ વેતાલ, પેઈંગ ગેસ્ટ જેવી સિરીયલ્સમાં પણ કામ કર્યું પણ હંમેશાથી તેને ફિલ્મો જ કરવી હતી એટલે તેણે બી-ગ્રેડની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. દિપીકાએ પોતાના કરિયરમાં ચીખ, રાત કે અંધેરે જેવી અનેક બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મોમાં તેણે અનેક બોલ્ડ સીન્સ આપ્યા હતા.
દિપીકા ચિખલિયાએ રામાનંદ સાગર સાથે જ ટીવી સિરીયલ વિક્રમ ઔર વેતાલમાં કામ કર્યું હતું. આખરે રામાનંદ સાગરની રામાયણમાં દિપીકા ચિખલિયાને સીતામાતાનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો પણ સીતામાતા બનવું એટલું સહેલું નહોતું. આ માટે તેમે 4-5 સ્ક્રીન ટેસ્ટ આપવા પડ્યા અને ત્યાર બાદ તે સીતામાતાના રોલ માટે સિલેક્ટ થઈ ગઈ. બસ એ દિવસ અને આજનો દિવસ દિપીકા ચિખલિયાએ સીતાનો રોલ કરીને દર્શકોના દિલ જિતી લીધા અને આજે પણ લોકો તેને સીતાના રોલ માટે યાદ કરે છે.