Diljit Dosanjhનો કોન્સર્ટ સુપરહીટ, એક ટિકિટના ભાવ સાંભળશો તો બેહોશ થઈ જશો

દિલજીત એક સારા અભિનેતા સાથે સારો ગાયક પણ છે. તેના ગીતોનો પણ એક ખાસ ચાહકવર્ગ છે. પંજાબી ગાયક ચમકીલા પર બેનલી ફિલ્મના ગીતો તેણે પોતે લાઈવ ગાયા છે અને સુપરહીટ થયા છે. આજકાલ દિલજીત તેના કૉન્સર્ટ Dil lliminatiને લઈને દુનિયા ફરી રહ્યો છે. દિલજીત કેનેડા અને યુએસમાં કૉન્સર્ટ કરી રહ્યો છે અને ધૂમ કમાણી કરી રહ્યો છે, આવા અહેવાલો હતા, પરંતુ તેની એક ટિકિટના ભાવ સાંભળી હોશ ઊડી જાય તેમ છે. વૈકૂંવર, ડલાસ, વૉશિંગટન ડીસી, શિકાગો, લૉસ એન્જેલસ વગેરે શહેરોમાં તે શૉ કરી ચૂક્યો છે.
દિલજીતની મેનેજરે જ્યારે આ વિશે વાત કરી ત્યારે જણાવ્યું કે તેણે આ શૉ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 234 કરોડની કમાણી કરી. તેણે કહ્યું કે અમેરિકામા અમુક લોકો ટિકિટ ખરીદી લે છે અને પછી તેને ભારતીય ચલણ પ્રમાણે રૂ. 45થી 54 લાખમાં વેચે છે. જોકે તેણે કહ્યું કે તેનો રિયલ ભાવ આ હોતો નથી, પરંતુ રિસેલમાં ટિકિટ લેવા વાળાની પણ લાંબી લાઈન લાગે છે અને તેની માટે પણ પૈસા આપનારાઓ છે.
અબુ ધાબીમા પણ આ શૉની 30,000 ટિકિટ વેચાઈ છે. મેનેજના દાવા પ્રમાણે કોઈ ભારતીય શૉની એકસાથે આટલી ટિકિટ અગાઉ વેચાઈ નથી. દિલજીતના 10મી સપ્ટેમ્બરના શૉની પ્રિ-સેલ એક લાખ ટિકિટ માત્ર 15 મિનિટમાં બુક થઈ ગઈ હતી. દિલજીત હવે આ કૉન્સર્ટ ભારતના દસ શહેરમાં કરી રહ્યો છે, જેની ટિકિટો માટે પણ પડાપડી થઈ છે.
દિલજીત છેલ્લે ચમકીલામાં દેખાયો હતો. આ ફિલ્મમાં તેની સાથે પરિણિતી ચોપરા પણ હતી. બન્નેએ ગાયક-ગાયિકાની ભૂમિકા ભજવી હતી અને તેમના સ્ટેજ શૉના ગીત પોતે જ ગાયા હતા. ઑટીટી પરની આ ફિલ્મની ભારે વાહવાહી થઈ હતી.