દિલજીત દોસાંઝે લંડનમાં પીધેલી આ એક કોફીની કિંમતમાં તો આપણું આખો મહિનો નીકળી જાય

લંડનઃ દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) અત્યારે વૈભવી જીવન જીવી રહ્યો છે. તેની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાની મીડિયા અહેવાલો છે. તેની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે, એટલું જ નહીં પરંતુ અમેરિકાના કેલિફોર્નિયામાં વૈભવી મકાન હોવાનું પણ જાણવા મળ્યું છે. પરંતુ તાજેતરમાં પંજાબી ગાયક દિલજીત દોસાંઝે લંડનમાં એક અનોખો અનુભવ શેર કર્યો છે. દિલજીત દોસાંઝે શહેરની સૌથી મોંઘી કોફી (London’s most expensive coffee)નો સ્વાદ ચાખ્યો હતો, આ એક કપ કોફીની કિંમત હજારોમાં છે.
દિલજીતે 31000 રૂપિયાની જાપાનીઝ ટિપિકા નેચરલ કોફીનો સ્વાદ માણ્યો
દિલજીત દોસાંઝે પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે સ્ટાઇલિશ અંદાજમાં એક કેફેમાં કોફી પીવા માટે જાય છે. આ દરમિયાન જાણવા મળ્યું કે, અહી જાપાનીઝ ‘ટિપિકા નેચરલ’ કોફીની કિંમત 265 પાઉન્ડ એટલે કે આશરે 31,000 રૂપિયા છે, આ કેફેનુ જોઈને દિલજીત ચોંકી જાય છે. તે મજાકમાં કહે છે, “આજે હું લંડનની સૌથી મોંઘી કોફી પીવા જઈ રહ્યો છું.”
વીડિયો પોસ્ટ કરી કોફી પીતા પોતાનો અનુભવ શેર કર્યો
કેફેમાં કોફી પીરસતી વખતે વેઈટર દિલજીતને કહે છે કે, આ કોફી શુદ્ધ અને વિશિષ્ટ છે અને તેમાં કોઈ ભેળસેળ નથી. જોકે, જ્યારે દિલજીતે કોફીનો સ્વાદ ચાખ્યો, ત્યારે તે થોડો નિરાશ થયો હોવાનું પણ વીડિયો જોવા મળ્યું હતું. કોફી પીતા તેણે કહ્યું કે, આ તો બિલકુલ ફિક્કી છે, પછી મજાકમાં કહ્યું કે, એક ઘૂંટડો ₹7,000 રૂપિયામાં પડ્યો છે.
એક ફિલ્મ માટે 4થી 5 કરોડ રૂપિયા લે છે દિલજીત દોસાંઝ
દિલજીત દોસાંઝની સંપત્તિની વાત કરવામાં આવે તો, તેની પાસે 170 કરોડથી પણ વધારે સંપત્તિ હોવાનું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. તે એક ફિલ્મ માટે 4થી 5 કરોડ રૂપિયા લેતો હોય છે, એટલું જ નહીં પરંતુ કોન્સન્ટ માટે પણ 4થી 5 કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે. દિલજીતના કોન્સર્ટની ટિકિટ 25 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની છે. જેથી આયોજકો પણ ધૂમ રૂપિયા કમાતા હોચ છે. દિલજીતના અન્ય દેશોમાં પણ વૈભવી મકાનો છે.