મનોરંજન

દિલબર ગર્લે પોસ્ટ કર્યા એવા ફોટો કે મચી ગયો તહેલકો…

પ્રતિભાશાળી, બેસ્ટ ડાન્સર અને રૂપ-રૂપના અંબારની સામ્રાજ્ઞી નોરા ફતેહી જ્યારે પણ કેમેરાની સામે આવે છે ત્યારે આગ લગાવી દે છે. દર વખતે તે પોતાની સુંદરતા અને સ્ટાઈલથી ચાહકોના દિલ પર છવાઈ જાય છે. હાલમાં એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટોશૂટના ફોટો પોસ્ટ કર્યા છે અને આ ફોટા જોઈને ચાહકો તેના પરથી નજર નથી હટાવી શક્યા. ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહેલી નોરાના આ દિલબર ગર્લથી લઈને દેસી ગર્લ સુધીના લુકના ઈન્ટરનેટ પર ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.

નોરાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે લુકમાં લેટેસ્ટ ફોટો શેર કર્યા છે, જેમાં ફર્સ્ટ લુકમાં નોરા ફતેહી સફેદ અને લાલ કોમ્બિનેશનની સાડી પહેરીને પોતાની બ્યુટી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.નોરાએ સિલ્કની સાડી સાથે સિલ્કી રેડ હોટ કટ-સ્લીવ બ્લાઉઝ પહેર્યું છે અને પોતાના આ લૂકને કમ્પલિટ કરવા માટે તેણે એસેસરીઝમાં કાનમાં બુટ્ટી, ગળામાં નેકલેસની સાથે હાથમાં બ્રેસલેટ પહેર્યું છે.

બીજા લુકની વાત કરીએ તો આ લૂકમાં નોરા ગ્રીન કલરની સિલ્ક સાડી પહેરી છે અને તેણે આ સાડી સાથે ડીપ નેકનું વેલ્વેટ સ્ટાઈલનું બ્લાઉઝ પહેર્યું છે. આ સાડી સાથે પણ નોરાએ એસેસરીમાં કાનમાં ઈયર રિંગ્સ અને હાથમાં બ્રેસલેટ પહેરીને આ લુક કમ્પલિટ કર્યો છે.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરાના આ બ્યુટીફૂલ અને ટ્રેડિશનલ ફોટો જોઈને નેટીઝન્સ એક ધબકારો ચૂકી ગયા હતા અને તેમણે આ ફોટો પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરી દીધો હતો. નોરા ફતેહીની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો ફિલ્મો સિવાય તેણે બોલીવૂડમાં ડાન્સિંગ સ્કિલ માટે ખૂબ જ ફેમસ છે, પરંતુ તે ડાન્સની સાથે સાથે એક્ટિંગમાં પણ પોતાનો હાથ અજમાવી રહ્યો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહીએ અત્યાર સુધીમાં થેંક ગોડ, સ્ટ્રીટ ડાન્સર 3D, સત્યમેવ જયતે 2, એન એક્શન હીરો, ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા, ભારત, રોર જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ હસીના અત્યાર સુધીમાં અનેક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે, નોરા ફતેહી સોંગ્સના દિલબર, કુસુ કુસુ જેવા સોન્ગ ફેમસ પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button