કાળઝાળ ગરમી વચ્ચે આ એક્ટ્રેસનો કૂલ લૂક જોયો કે?
હેડિંગ વાંચીને જ મનમાં એ જાણવાની તાલાવેલી થઈ રહી હશે કે આખરે અહીં કઈ એક્ટ્રેસની વાત થઈ રહી છે, ખરું ને? ચાલો તમારી ઉત્કંઠા વધાર્યા વિના અહીં તમને જણાવી જ દઈએ કે અમે અહીં વાત કરી રહ્યા છીએ દબંગ ગર્લ Sonakshi Sinhaની…
Sonakshi Sinha હાલમાં પોતાની વેબ સિરીઝ હીરામંડીને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. હીરામંડીમાં એક્ટ્રેસની એક્ટિંગથી દર્શકો ખૂબ જ ઈમ્પ્રેસ થયા છે. પરંતુ એક્ટ્રેસ જાણે લાઈમલાઈટ ચોરવાનો એક પણ મોકો છોડવા માંગતી ન હોય તેમ હવે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલાં ફોટોને કારણે ફરી એક વખત ચર્ચામાં આવી છે.
Sonakshiએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે અને આ ફોટોમાં સોનાક્ષીનો આઉટફિટ અને અંદાજ જોઈને ફેન્સ તેના પરથી નજર જ હટાવી શક્યા નહોતા. સરસ મજાના લાઈટ કલરફૂલ આઉટફિટમાં સોનાક્ષી એકદમ સુંદર લાગી રહી છે. આ ફોટો શેર કરવાની સાથે સોનાક્ષીએ કેપ્શનમાં લખ્યું છે કે ગર્મીમાં કૂલ લૂક…
સોનાબેબીના આ ફોટો પર ફેન્સ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. અગાઉ કહ્યું એમ સોનાક્ષી હાલમાં જ તેની વેબસિરીઝ હીરામંડીને કારણે ચર્ચામાં રહે છે. આઠ એપિસોડવાળી આ સિરીઝ હાલમાં ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. આ સિરીઝમાં સોનાક્ષી સિન્હાની એક્ટિંગના દર્શકો પેટ ભરીને વખાણ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોનાક્ષી સિન્હા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફ અને લવ લાઈફને કારણે પણ અવારનવાર ચર્ચામાં આવતી જ હોય છે.