શું આલિયાએ દિપીકા અને કેટરિના નકલ કરી! કહો સૌથી સુંદર કોણ દેખાય છે?
મેટ ગાલા ઇવેન્ટમાં ભારતીય સુંદરીઓએ તેમના ફેશન સુઝબુઝ અને ગ્લેમરથી હલચલ મચાવી દીધી હતી. મેટ ગાલા 2024 ઇવેન્ટમાં બોલીવુડની સૌથી ખૂબસૂરત અને પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટ પણ સામેલ થઈ હતી. તેણે ફરી એકવાર ફેશનની આ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ વખતે આલિયા ભટ્ટ દેશી લુકમાં જોવા મળી હતી.
જ્યારે આલિયા ફ્લોરલ સાડી પહેરીને ઇવેન્ટમાં પહોંચી ત્યારે દુનિયાની નજર તેના અદભુત દેખાવ અને સુંદરતા પર ટકેલી હતી. અભિનેત્રીએ પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવ્યો હતો. મેટ ગાલા 2024માં આલિયા ભટ્ટના ખૂબસૂરત લુકની સાથે તેની સાડીને પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ માટે આલિયાની સાડી પ્રખ્યાત ડિઝાઇનર સબ્યાસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. આલિયા ભટ્ટની આ સાડીને બનાવવામાં 1965 કલાકનો સમય લાગ્યો હતો. જેને 163 કારીગરોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. વિદેશી ઇવેન્ટમાં આલિયા ભટ્ટની ફ્લોરલ ટ્રેડિશનલ સાડીએ દુનિયાભરના ચાહકોના દિલ જીતી લીધા હતા અને અભિનેત્રીનો લુક ભારે ચર્ચામાં રહ્યો હતો.
પરંતુ શું તમે જાણો છો કે આલિયા ભટ્ટ પહેલા દીપિકા પાદુકોણ અને કટરીના કેફ પણ આ પ્રકારની ફ્લોરલ સાડીમાં ધૂમ મચાવી ચૂક્યા છે? કટરીના કેફે તેના પ્રિ-વેડિંગ ફંક્શનમાં ડિઝાઈનર સબ્યાસાચીની ડિઝાઇન કરેલી ફ્લોરલ પ્રિન્ટેડ સાડી પહેરી હતી. અભિનેત્રી આ પિંક સાડીમાં અદભુત લાગી રહી હતી. આ પહેલા દીપિકા પાદુકોણે વર્ષ 2017 માં આવી જ ફ્લોરલ પ્રિન્ટેડ સાડી પહેરી હતી. તેણે આ સાડી એક એવોર્ડ ફંક્શનમાં પહેરી હતી. ખાસ વાત તો એ છે કે દિપીકાની સાડી પણ સબ્યાસાચીએ જ ડિઝાઇન કરી હતી. હવે સવાલ એ છે કે શું આલિયાએ દીપિકા કટરીના ના લુકની નકલ કરી? હવે ડિઝાઇનર એક જ હોય અને આવી સુંદર સાડી આલિયાને પણ ગમી જાય અને તે પણ આવી સાડી પહેરે એમાં કંઇ ખોટું નથી.
જોકે, એ બધી વાત બાજુ પર રાખીએ તો પણ આલિયા દીપિકા અને કટરીનામાં તમને કોની સાડી વધારે પસંદ આવી એ જરૂરથી જણાવજો