દિગ્ગજ અભિનેતા Dharmendraની હેલ્થ ઠીક નથી? Sunny Deolની પોસ્ટે વધારી ચિંતા…

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) અને તેમનો પરિવાર સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હવે ઈન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટને કારણે એક્ટર ફરી ચર્ચામાં છે. સની દેઓલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને આ પોસ્ટને કારણે હી-મેનના નામથી જાણીતા ધર્મેન્દ્ર પોતાની હેલ્થને કારણે ચર્ચામાં આવી ગયા છે. સની પોસ્ટને કારણે ધર્મેન્દ્રના ફેન્સની ચિંતા વધી ગઈ છે. આ પોસ્ટમાં સનીએ લખ્યું છે મિસ યુ લખ્યું છે… સનીની આ પોસ્ટને કારણે ફેન્સ ડરી ગયા છે. સની દેઓલ અને ધર્મેન્દ્ર ખૂબ જ સારો બોન્ડ શેર કરે છે. સોશિયલ મીડિયા પર સની દેઓલ એમના માટે કંઈકને કંઈક પોસ્ટ કરે છે. પરંતુ આ વખતની પોસ્ટે લોકોને ચિંતામાં નાખી દીધા છે.
મળતી માહિતી પ્રમાણે ગઈકાલે એટલે કે 27મી ઓક્ટોબરના સની દેઓલે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પિતા ધર્મેન્દ્રનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમા ધરમપાજી કેમેરાને જોઈને સ્માઈલ કરી રહ્યા છે. આ ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં સનીએ લખ્યું છે મિસ યુ પાપા… અને એની સાથે એક હાર્ટ ઈમોજી પણ બનાવી છે.
સનીની આ પોસ્ટ જોઈને ધર્મેન્દ્રના ફેન્સ ચિંતામાં પડી ગયા છે અને સતત કમેન્ટ બોક્સમાં ધરમપાજીની હેલ્થની અપડેટ માંહગી રહ્યા છે. સનીની આ પોસ્ટ પર બોબી દેઓલ અને ઈશા દેઓલે પણ કમેન્ટ કર્યું છે. ટૂંકમાં સનીની એક પોસ્ટે ઈન્ડસ્ટ્રીમાં ધરમપાજીની હેલ્થને લઈને હલચલ મચાવી દીધી છે.
એક યુઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું છે સર તમે મિસ યુ ના લખો, અમને ડર લાગ છે કે ધરમપાજીને કંઈ થયું તો નથી ને… લવ યુ સર.. બીજા યુઝરે લખ્યું છે કે મને ડર લાગે છે, આવું કોણ લખે યાર… લવ યુ પાપા ઠીક છે, પણ મિસ યુ પાપા… બધુ બરાબર છે ને?
આ પણ વાંચો : Aishwarya Rai-Bachchanએ અભિષેક સાથેના સંબંધો પર આપી મોટી હિન્ટ, ખુશીથી ઉછળી પડશે ફેન્સ…
વાત કરીએ સની દેઓલના વર્ક ફ્રન્ટની તો સની દેઓલ ટૂંક સમયમાં જ ફિલ્મ બોર્ડર ટુમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે વરુણ ધવન, દિલજિત દોસાંજ અને અહાન શેટ્ટી પણ જોવા મળશે. આ પહેલા સની દેઓલ ગદર ટુમાં જોવા મળ્યો હતો અને આ ફિલ્મ ખરા અર્થમાં બોક્સ ઓફિસ પર ગદર મચાવી દીધો હતો,…