89 વર્ષના આ બોલીવૂડ એક્ટરે પહેલી પત્ની સાથે સેલિબ્રેટ કરી 71મી વેડિંગ એનિવર્સરી, ફોટો થયા વાઈરલ…

બોલીવૂડના હેન્ડસમ હંક ગણાતા 89 વર્ષીય અભિનેતા ધર્મેન્દ્રએ ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા, પણ પોતાની પહેલી પત્નીને તેમણે ડિવોર્સ નહોતા આપ્યા. ધર્મેન્દ્રના પહેલાં પત્નીનું નામ પ્રકાશ કૌર છે અને ધર્મેન્દ્ર બંને પત્નીઓ અને પરિવાર સાથે સમય પસાર કરતાં જોવા મળે છે. હાલમાં જ ધર્મેન્દ્રએ પ્રકાશ કૌર સાથે 71મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી, જેના ફોટો દીકરા બોબી દેઓલે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
બોબી દેઓલે ફોટો શેર કરતાં લખ્યું હતું કે હેપ્પી એનિવર્સની મા અને પાપા. શેર કરેલાં ફોટોમાં ધર્મેન્દ્રના ગળામાં માળા જોવા મળી રહી છે અને કેમેરા સામે પોઝ આપી રહ્યા છે તો પાછળથી પત્ની પ્રકાશ કૌર તેમને હગ કરી રહ્યા છે.
ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના લગ્ન 1954માં થયા હતા. એક્ટરે બોલીવૂડ ડેબ્યુ પહેલાં પ્રકાશ કૌર સાથે લગ્ન કરી લીધા હતા અને એ સમયે તેમની ઉંમર 19 વર્ષની હતી. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરને ચાર સંતાનો છે. બંનેની 71મી વેડિંગ એનિવર્સરી હતી.
આ પણ વાંચો: 89 વર્ષીય દિગ્ગજ હીરો ધર્મેન્દ્રને આ શું થઈ ગયું? વીડિયો વાઈરલ થતાં ફેન્સે કહ્યું પ્લીઝ…
ધર્મેન્દ્ર અને હેમા માલિની 1970માં ફિલ્મ તુમ હસીન મેં જવામાં જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે મળ્યા હતા. બંને જણ થોડોક સમય સુધી રિલેશનશિપમાં રહીને આખરે લગ્ન કરી લીધા હતા. આ લગ્નથી ધર્મેન્દ્ર અને હેમા માલિનીને બે દીકરીઓ છે નામે ઈશા અને આહાના.
વર્ક ફ્રન્ટની વાત કરીએ છેલ્લે ધર્મેન્દ્ર તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કૃતિ સેનન લીડ રોલમાં જોવા મળ્યા હતા. જ્યારે બોબી દેઓલની વાત કરીએ તો બોબી હવે શરવરી વાઘ અને આલિયા ભટ્ટની સ્પાય યુનિવર્સ ફિલ્મ આલ્ફામાં જોવા મળશે, જેમાં તે વિલનનો રોલ કરશે.