ધર્મેન્દ્રના નિધનને કારણે પંજાબના ફગવાડા ગામમાં શોક, જ્યાં વીત્યું હતું તેમનું બાળપણ

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અવસાનના સમાચાર મળતાની સાથે ભારતીય ફિલ્મ જગતમાં શોકની લાગણી છે, આ સાથે પંજાબના કપૂરથલા જીલ્લાના ફગવાડા ગામમાં પણ શોકનો માહોલ છે. ધર્મેન્દ્રએ ફગવાડામાં પોતાનું બાળપણ વિતાવ્યું હતું, બોલીવૂડમાં ખ્યાતી મેળવ્યા બાદ પણ ધર્મેન્દ્ર ફગવાડા સાથે જોડાયેલા રહ્યા હતાં. પંજાબની મુલાકાત દરમિયાન, તેઓ ફગવાડામાં જ રોકાતા અને તેમના બાળપણના મિત્રો સાથે સમય વિતાવતા.
આજે સોમવારે ધર્મેન્દ્રના નિધનના સમાચારને કારણે ફગવાડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ધર્મેન્દ્રના પિતા માસ્ટર કેવલ કૃષ્ણ ચૌધરી ફગવાડાની આર્ય હાઇસ્કૂલમાં ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક હતાં. ધર્મેન્દ્ર 1950 માં આર્ય હાઇસ્કૂલમાં પાસઆઉટ થયા હતાં, તેમણે 1952 સુધી રામગઢિયા કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
આર્ય હાઇસ્કૂલમાં ધર્મેન્દ્ર સાથે ભણેલા મિત્રોના જણાવ્યા મુજબ જ્યારે પણ તેઓ ફગવાડા આવતા, ત્યારે તેઓ અમારી સાથે બેસતા, જૂના દિવસો વિશે વાત કરવા, મજાક કરતા અને જૂની યાદો તાજી કરતા, તેઓ ક્યારેય સ્ટાર તરીકે ફગવાડા આવતા ન હતાં, તેઓ માત્ર એક મિત્ર તરીકે આવતા. તેમનામાં એક ખાસ ચમક હતી. ખ્યાતિએ મળવા છતાં તેમણે ક્યારેય, વિનમ્રતા ગુમાવી ન હતી.
ધર્મેન્દ્રના મિત્રોના જણાવ્યા મુજબ તેઓ હાઈ સ્કૂલમાં હતાં ત્યારે તેઓ ફગવાડામાં કૌમી સેવક રામલીલા સમિતિ દ્વારા આયોજિત રામલીલામાં અભિનય કરવા ઈચ્છતા હતાં, પરંતુ તેમને પસંદ કરવામાં આવ્યા હતાં. વર્ષો પછી જ્યારે તેઓ બોલિવૂડ સ્ટાર બની ગયા ત્યારે તેઓ તેમના મિત્રોને ચીડવતા પૂછતાં કે શંર હવે તેમને રામલીલામાં અભિનય કરવા મળી શકે છે?
આપણ વાંચો: ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ઉંમરમાં કેટલો તફાવત છે?



