ધર્મેન્દ્ર બાદ આ અભિનેતાના મૃત્યુની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ, જાણો કોણ છે?

મુંબઈ: બોલીવૂડના હી-મેન તરીકે ઓળખાતા 89 વર્ષીય અભિનેતા ધર્મેન્દ્ર છેલ્લાં 10 દિવસથી બ્રીચકેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તાજેતરમાં તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે એવી વાત પણ સામે આવી હતી. આ સિવાય તેઓનું મૃત્યુ થઈ ગયું હોવાની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી હતી. જોકે, પત્ની હેમા માલિની અને દીકરી એશાએ આ વાતને અફવા ગણાવી હતી. ત્યારે હવે ધર્મેન્દ્રના મૃત્યુની જેમ જ એક અન્ય અભિનેતાના મૃત્યુની અફવા પણ આજે સોશિયલ મીડિયા પર ફેલાઈ છે.
કયા અભિનેતાના મૃત્યુની અફવા ફેલાઈ?
આજે બે અભિનેતાઓના મૃત્યુની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ છે. જેમાં પહેલું નામ ધર્મેન્દ્ર અને બીજું નામ જેકી ચેનનું છે. જૈકી ચૈનના મૃત્યુના સમાચારથી તેના ચાહકોં ચોંકી ગયા હતા. જેકી ચેન કેટલાક મહિનાથી એક બીમારીની સારવાર કરાવી રહ્યા હતા. અંતે તેઓ બીમારી સામે હારી ગયા.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “અનેક દાયકાઓથી સેટ પર થયેલી ઇજાઓથી ઉભી થયેલી મૂશ્કેલીઓ સામે ઝઝૂમ્યા બાદ જેકી ચેનનું 71 વર્ષની ઉંમરે અવસાન થયું.” અન્ય એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે, “2016ના ઓસ્કર વિજેતા જેકી ચેનની અનેક મહિનાઓની સારવાર બાદ મૃત્યુની પુષ્ટી થઈ ગઈ છે. તેમના પરિવારના રહસ્યમય શબ્દોના જવાબે વધારે પ્રશ્નો ઉભા કર્યા છે.”
આજે ફેક ડેથ ન્યૂઝ ડે છે
ધર્મેન્દ્રના મૃત્યુની જેમ જેકી ચેનના મૃત્યુના સમાચાર પણ માત્ર અફવા છે, એવી મીડિયા સૂત્રોએ પુષ્ટી કરી છે. આ અફવાને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે રમુજી પોસ્ટ પણ કરી છે. એક્સ પર એક યુઝરે લખ્યું કે, “આજે ફેક ડેથ ન્યૂઝ ડે છે. ધર્મેન્દ્ર – હજુ જીવે છે. જેકી ચેન – ખરેખર જીવે છે.”
ઉલ્લેખનીય છે કે, મે 2025માં જેકી ચેનની ‘કરાટે કિડ: લિજેન્ડ્સ’ રિલીઝ થઈ હતી. જેને દેશ-વિદેશમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મનું પ્રમોશન પણ જેકી ચેને જ કર્યું હતું. ફિલ્મ પ્રમોશન દરમિયાન તેઓ એકદમ સ્વસ્થ લાગી રહ્યા હતા. ઓક્ટોબર 2025માં જેકી ચેને ડેવિડ બૈકમ અને શાક ઓનીલ સાથે મુલાકાત કરી હતી. આ સિવાય જેકી ચેન હૃત્તિક રોશનને પણ મળ્યા હતા.
આ પણ વાંચો…ધર્મેન્દ્રના સમાચાર સાંભળી અમિતાભ બચ્ચન સ્તબ્ધ! બિગ બીએ મોડી રાતે પોસ્ટ શેર કરીને…



