એક જમાના મહિને 200 કમાતા ‘ધરમપાજી’ કઈ રીતે બન્યા ‘હી મેન’? જાણો સંઘર્ષગાથા?

મુંબઈઃ બોલીવુડના ‘હી મેન’ ધર્મેન્દ્ર ઘણા સમયથી તેમની ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે સમાચારમાં છે. તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
બોલીવુડમાં ‘ગોડફાધર’ વિના પોતાનું સ્થાન બનાવવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ ક્યારેય હાર માની નહીં અને તેમની ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે, જે આજે પણ લોકપ્રિય છે.
ફિલ્મ ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મ ભૂષણ, સુપરસ્ટાર ધર્મેન્દ્રએ આ સ્થાન સુધી પહોંચવા માટે અથાક મહેનત કરી છે, અને આજે તેઓ “હી મેન” તરીકે ઓળખાય છે.
આપણ વાચો: ધર્મેન્દ્ર બાદ આ અભિનેતાના મૃત્યુની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ, જાણો કોણ છે?
ધર્મેન્દ્રના ચાહકો અને પ્રશંસકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. કોઈ ગોડફાધર વિના, તેમણે પોતાના શક્તિશાળી અભિનયથી લોકોના હૃદયમાં અને હિન્દી સિનેમામાં પોતાના માટે એક અનોખું સ્થાન બનાવ્યું. 8 ડિસેમ્બર, 1935ના પંજાબના એક નાના ગામ સાહને વાલમાં જન્મેલા ધર્મેન્દ્ર એકલા મુંબઈ આવ્યા અને ત્યાંથી તેમનો સંઘર્ષ શરુ થયો.
રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ની સીઝન અગિયારમાં ધર્મેન્દ્રએ પોતાના સંઘર્ષની વાતો જણાવી હતી, જેને સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું, ‘મારા શરૂઆતના દિવસોમાં મુંબઈમાં રહેવા માટે મારી પાસે ઘર નહીં હોવાથી હું ગેરેજમાં સૂતો હતો, પરંતુ મને હંમેશાં પૈસા કમાવવાની ઈચ્છા રહેતી હતી.’
આ દરમિયાન ધર્મેન્દ્રએ કહ્યું હતું કે મેં હંમેશાં યોગ્ય રીતે અને સખત મહેનતથી પૈસા કમાવવાનું વિચાર્યું હતું. એટલા માટે હું એક ડ્રિલિંગ ફર્મમાં પાર્ટ-ટાઇમ કામ કરતો હતો અને મને 200 રૂપિયા મળતા હતા. મેં 200 રૂપિયાથી શરૂઆત કરી હતી. ક્યારેક 200 રૂપિયા ગુજરાન ચલાવવા માટે પૂરતા ન હતા, તેથી હું પૈસા કમાવવા માટે ઓવરટાઇમ કરતો હતો.
આપણ વાચો: લગ્ન પછી પણ હેમા માલિની ધર્મેન્દ્રથી કેમ અલગ રહી, જાણો શું હતું કારણ?
” 1958માં ધર્મેન્દ્રએ ફિલ્મફેર ટેલેન્ટ હન્ટ સ્પર્ધામાં ભાગ લીધો અને તે સ્પર્ધા જીતી અને તેમનું નસીબ ચમક્યું. તેમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. તેમને મુંબઈ આવવા અને ફિલ્મોમાં કામ કરવાનો માર્ગ ખુલ્લો થયો.
અભિનેતાએ એ પણ ખુલાસો કર્યો કે તે તેના ગામ નજીકના એક રેલવે પુલ પાસે જઈને કલાકો સુધી બેસી રહેતા અને મુંબઈ આવવાનું સ્વપ્ન જોતા. તે પોતાને કહેતા કે તે ચોક્કસ અભિનેતા બનશે, અને તે સ્વપ્ન આખરે સાકાર થયું. ધર્મેન્દ્ર પોતાના ગામના પુલને યાદ કરીને ભાવુક થઈ ગયા અને કહ્યું કે તેઓ આ જગ્યાને ક્યારેય ભૂલી શકશે નહીં.
ધર્મેન્દ્રને સિનેમામાં તેમના યોગદાન બદલ અનેક પુરસ્કારો અને સન્માન મળ્યા છે. 2012માં, ભારત સરકાર દ્વારા તેમને ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1997માં ધર્મેન્દ્રને લાઇફટાઇમ એચિવમેન્ટ ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. અભિનય કારકિર્દી ઉપરાંત, ધર્મેન્દ્રએ ભાજપ વતી બિકાનેરના સંસદ સભ્ય તરીકે પણ સેવા આપી હતી.



