મનોરંજન

Sheyas Iyer નહીં આ વ્યક્તિ છે Dhanshree Verma-Yuzvendra Chahalના ડિવોર્સનું કારણ…

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ ઈન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)અને ધનશ્રી વર્મા (Dhanshree Verma)ના ડિવોર્સની જ ચર્ચા ચાલી રહી છે. બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પરથી અનફોલો કરી દીધા છે અને ચહલે તો પોતાના એકાઉન્ટ પરથી લગ્નના ફોટો પણ ડિલીટ કરી નાખ્યા હતા. એટલું જ નહીં આ પહેલાં ધનશ્રીએ સોશિયલ મીડિયા પર પોતાના નામમાંથી ચહલ સરનેમ હટાવી હતી. હવે આ કપલના ડિવોર્સ માટે કોણ કારણ છે એ વિશે પણ સોશિયલ મીડિયા પર જાત જાતની અટકળો લગાવવામાં આવી રહી છે. આ પહેલાં ધનશ્રીનું નામ ટીમ ઈન્ડિયાના જ ખેલાડી શ્રેયસ અય્યર સાથે જોડાઈ રહ્યું હતું. પરંતુ હકીકતમાં એવું કશું જ નથી. ચહલ અને ધનશ્રીના ડિવોર્સ માટે કોઈ ત્રીજી જ વ્યક્તિ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. ચાલો જોઈએ કોણ છે આ વ્યક્તિ-

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ધનશ્રીનું નામ હવે કોઈ ત્રીજી જ વ્યક્તિ સાથે જોડાઈ રહ્યું છે. આ વ્યક્તિ બીજું કંઈ નહીં પણ નચ બલિયે-7ના વિનર પ્રતિક ઉત્તેકર સાથે જોડાઈ રહ્યું છે. 2023માં ધનશ્રી વર્માએ પોતાના ઈન્સ્ટા બાયો પરથી ચહલ સરનેમ હટાવી હતી અને એ જ સમયે ધનશ્રી અને પ્રતિકનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો અને ત્યાર બાદથી જ બંનેના અફેયરની વાતો જોરશોરથી શરૂ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: Dhanshree Vermaએ દેસી અંદાજમાં બનાવી રીલ, એક્ટરે આપ્યું આપ્યું આવું રિએક્શન…

હવે જ્યારે ધનશ્રી અને ચહલે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધા છે ત્યારે ફરી એક વખત પ્રતિકનું નામ ધનશ્રી સાથે જોડવામાં આવી રહ્યું છે. નેટિઝન્સ પણ પ્રતિકને જ ધનશ્રી અને ચહલ વચ્ચેના ભંગાણ માટે જવાબદાર ઠેરવી રહ્યા છે.

જોકે, જોવા જેવી વાત એ છે કે પ્રતિકે એકલી ધનશ્રી સાથે આવા ફોટો શેર નથી કર્યા. બાકીની એક્ટ્રેસ સાથે પણ તેના આવા ફોટો વાઈરલ થઈ રહ્યા છે. જેમાં મલાઈકા અરોરા, મૌની રોય જેવી એક્ટ્રેસનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button