ધનશ્રી વર્મા સાથે જોવા મળેલો મિસ્ટ્રીમેન કોણ છેઃ તમારું મગજ ચલાવો તે પહેલા આ જાણી લો
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. તેમના સંબંધોમાં તણાવ હોવાના અહેવાલો મળ્યા છે અને છૂટાછેડાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ વચ્ચે ધનશ્રી વર્માનો એક ફોટો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મિસ્ટ્રીમેન કોણ છે અને ધનશ્રી સાથે તેનો શું સંબંધ છે, શું આને લીધે ધનશ્રી યુઝવેન્દ્ર સાથે છેડો ફાશે તેવા કેટલાય તર્કવિતર્કથી સોશિયલ મીડિયા છલકાઈ રહ્યું છે. આ ફોટામાં જે દેખાય છે તે કોરિયોગ્રાફર પ્રતિક ઉત્તેકર છે. આ ફોટો વાયરલ થતાં જ આગની જેમ ફેલાઈ ગયો છે અને તેમના સંબંધો વિશે જાતજાતની ચર્ચા ચાલી રહી છે, પણ હકીકત શું છે તે અમે તમને જણાવશું. પ્રતીક નેટીઝન્સ માટે નવું નામ છે, પરંતુ તેનો સોશિયલ મીડિયા પ્રોફાઈલ જોશો તો તમને માત્ર ધનશ્રી નહીં, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, માધુરી દિક્ષિત સાથે પણ તેાન આવતા મસ્તી કરતા ફોટા દેખાશે. તો ભઈ પહેલો સવાલ તો એ કે આ પતિ-પત્ની અને વહની સ્ટોરીમાં વચ્ચે આવેલો વહ છે કોણ.
કોણ છે પ્રતિક ઉત્તેકર
પ્રતિક ઉત્તેકર મુંબઈનો રહેવાસી છે અને તેને ટીવીની દુનિયામાં જાણતો છે. પ્રતીકે પોતાની કારકિર્દીની શરૂઆત ડાન્સ રિયાલિટી શોથી કરી હતી. આ પછી ધીમે ધીમે મહેનતથી પ્રતિક ટીવીની દુનિયામાં સ્ટાર ડાન્સર બની ગયો. આટલું જ નહીં, પ્રતીકે ડાન્સ પછી કોરિયોગ્રાફીની જવાબદારી લીધી છે .પ્રતિકે બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. જેમાં પ્રિયંકા ચોપરા, માધુરી દીક્ષિત, નોરા ફતેહી અને સલમાન ખાન જેવા સુપરસ્ટાર્સનો સમાવેશ થાય છે. ઉત્તેકર ઘણીવાર ડાન્સિંગ રિયાલિટી શોમાં પણ જોવા મળ્યો છે. તે અહીં આવતા સુપરસ્ટાર્સ સાથે ફોટા ક્લિક કરે છે અને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. આવો જ એક ફોટો ગઈકાલે વાયરલ થયો, પણ કાગનું બેસવું ને ડાળનું પડવુંની જેમ ધનશ્રી સાથેનો તેનો ફોટો ચર્ચાનું કારણ બની ગયો.
Also read: યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્મા ડિવોર્સ લે તો મિલકતનું વિભાજન કેવી રીતે કરશે….
ધનશ્રી સાથે પ્રતિકનો સંબંધ કેવો છે?
પ્રતિક ઉત્તેકર અને ધનશ્રી(dhanshree varma) બંને ડાન્સિંગ રિયાલિટી શોના સેટ પર મળ્યા હતા. સાથે કામ કર્યા બાદ પ્રતિકે ધનશ્રી સાથે ફોટો પણ પડાવ્યો હતો. ત્યારપછી આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે પ્રતિક અને ધનશ્રી વચ્ચે કોઈ અફેર નથી. પ્રતિકે પોતે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ વાતની સ્પષ્ટતા કરી છે. પ્રતિકે ગઈ કાલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે દુનિયા એટલી નકામી છે કે તેણે મારા ઈન્સ્ટાગ્રામ ડીએમને માત્ર એક ફોટાથી ભરી દીધું છે અને પોતાની કાલ્પનિક સ્ટોરી બનાવી છે. ધનશ્રી એક સારી ડાન્સર છે અને તેના ડાન્સ વીડિયો ઈન્સ્ટા પર પોસ્ટ કરતી રહે છે. હાલમાં તે પતિ સાથેના અણબનાવથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા આ રીતે જ હાર્દિક પંડ્યા અને નતાશાના સંબંધોની ચર્ચા ગરમાઈ હતી અને અંતે બન્ને છુટ્ટા પડી ગયા. આશા રાખીએ કે ચહલ કપલ હંમેશાં સાથે રહે.