યુઝવેન્દ્ર કા દર્દ ક્યું ખતમ નહીં હો રહા…., હવે ધનશ્રીનો મસાજ કરાવતો વીડિયો થયો વાયરલ

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની કોરિયોગ્રાફર પત્ની ધનશ્રી વર્મા હાલમાં તેમના છૂટાછેડાને લઈને ચર્ચામાં છે. હાલ તો બંનેમાંથી કોઈએ પણ આ સમાચારને સમર્થન આપ્યું નથી, પરંતુ બંનેની સોશિયલ મીડિયા એક્ટિવિટીને જોઈને ફેન્સ તેમના ડિવોર્સને કન્ફર્મ માની રહ્યા છે. ક્યારેક ધનશ્રી વર્મા તો ક્યારેક યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર એવી ક્રિપ્ટીક પોસ્ટ કરી રહ્યા છે જે લોકોને એમ વિચારવા પ્રેરી રહી છે કે બંને વચ્ચે બધું બરાબર નથી. હાલમાં જ ધનશ્રીનો આવો જ એક થ્રોબેક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો બહુ જૂનો નથી.આ વીડિયો ધનશ્રીએ એક મહિના પહેલા જ પોતાના ફેન્સ સાથે શેર કર્યો હતો, પરંતુ હવે તે છૂટાછેડાના સમાચાર વચ્ચે વાયરલ થયો છે. વાયરલ વીડિયોની વાત કરીએ તો આ વીડિયોમાં ધનશ્રી માથાનો મસાજ કરાવતી અને મસાજ કરનાર વ્યક્તિ સાથે ચિલ કરતી જોવા મળે છે.
Also read: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા લઈ રહ્યા છે ‘Divorce’? ભર્યું આ મોટું પગલું…
ફેન્સને તો ધનશ્રીની આવી કુલ સ્ટાઇલ ઘણી પસંદ આવી રહી છે. એને જોઇને એમ લાગતું જ નથી કે ધનશ્રી અને યુઝવેન્દ્ર ડિવોર્સ લેવાના હોય. ધનશ્રી એકદમ કુલ રીતે બધું હેન્ડલ કરી રહી છે. ધનશ્રી અને ચહલના લગ્ન 22 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા. લગ્નના ચાર વર્ષ બાદ તેમના છૂટાછેડાની અફવાઓ સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ કપલ ઘણા સમયથી એકબીજાથી અલગ રહે છે. ટૂંક સમયમાં જ બંને છૂટાછેડાના સમાચારની પુષ્ટિ કરી શકે છે. છૂટાછેડાની અફવાઓ દરમિયાન ચહલ હોટલની બહાર એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. ધનશ્રીની વાત કરીએ તો તે ડેન્ટિસ્ટ છે, પણ તેણે કોરિયોગ્રાફરની કારકિર્દી અપનાવી છે.