યે હો ક્યા રહા હૈ? Shreyas Iyer બાદ Dhanshree Verma નો આ ક્રિકેટર સાથે ડાન્સ કરતો વીડિયો વાઈરલ…
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને ધનશ્રી વર્મા (Dhanshree Verma) પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં આવી રહ્યા છે. બંને જણ હાલમાં તેમના ડિવોર્સના અહેવાલોને કારણે લાઈમલાઈટમાં રહે છે. રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે બંને વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું છે. જોકે, ડિવોર્સની વાતોને ધનશ્રી કે યુઝવેન્દ્રએ કોઈ ટિપ્પણી નથી આપી. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ધનશ્રીનો જોસ બટલર સાથે ડાન્સ કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ આખરે આ બધું ચાલી શું રહ્યું છે-
આ પણ વાંચો : Sheyas Iyer નહીં આ વ્યક્તિ છે Dhanshree Verma-Yuzvendra Chahalના ડિવોર્સનું કારણ…
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માનું લગ્નજીવન ભંગાણના આરે પહોંચી ગયું છે. ધનશ્રી એક ડાન્સર છે અને લગ્ન પહેલાં યુઝવેન્દ્ર અને એની મુલાકાત ડાન્સના કારણે જ થઈ હતી. ધનશ્રી યુઝવેન્દ્રની ડાન્સ ટીચર હતી અને તે તેને ઓનલાઈન ડાન્સ શિખવાડતી હતી. બંનેના ડાન્સના વીડિયો ખૂબ જ વાઈરલ થતા હતા. યુઝવેન્દ્ર સિવાય ધનશ્રીના બાકીના ક્રિકેટર્સ સાથે પણ ડાન્સ કરતાં વીડિયો વાઈરલ થતાં રહે છે.
યુઝવેન્દ્ર અને ધનશ્રીના ડિવોર્સના સમાચારો વચ્ચે થોડાક દિવસ પહેલાં જ ધનશ્રીનો શ્રેયસ અય્યર સાથેનો ડાન્સ કરતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. હવે આ બધા વચ્ચે ધનશ્રીનો ક્રિકેટર જોસ બટલરને પણ ડાન્સ શિખડાવતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ધનશ્રીએ આ વીડિયો ખુદ શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે આ અમે છીએ. ઓરેન્જ અને પર્પલ વચ્ચે પિંક. મારી ટ્રાઈબ, બેસ્ટ વીડિયો.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે ધનશ્રી જોસ બટલર અને યુઝવેન્દ્રને ડાન્સ શિખવાડી રહી છે. પહેલાં તો યુઝવેન્દ્ર ડાન્સ કરે છે પછી તે સાઈડમાં જઈને ઊભો રહી જાય છે અને ધનશ્રી અને જોસ બટલરને ડાન્સ કરતાં જોઈ રહે છે. આ સમયે ત્રણેય જણ ખૂબ જ ખુશ લાગી રહ્યા છે.
આ પણ વાંચો : ધનશ્રી વર્મા સાથે જોવા મળેલો મિસ્ટ્રીમેન કોણ છેઃ તમારું મગજ ચલાવો તે પહેલા આ જાણી લો
અત્રે ઉલ્લેખનીય છે કે ધનશ્રી અને યુઝવેન્દ્રએ 2020માં લગ્ન કર્યા હતા અને આ લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. પરંતુ ચાર વર્ષ બાદ હવે ચહલ અને ધનશ્રી વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું. બંને જણે ઈન્સ્ટાગ્રામ પરથી એકબીજાને અનફોલો કરી દીધા છે. પરંતુ તમે છતાં ડિવોર્સની વાતો પર ડાઈરેક્ટલી કોઈ કમેન્ટ નથી આપી, પણ તેણે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.