પબ્લિસિટી મામલે ટ્રોલ થઈ હોવા છતાં સૈયારાએ છાપી માર્યા 200 કરોડ | મુંબઈ સમાચાર

પબ્લિસિટી મામલે ટ્રોલ થઈ હોવા છતાં સૈયારાએ છાપી માર્યા 200 કરોડ

મોહીત સૂરીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ સૈયારા એક તરફ કમાણીના રેકોર્ડ તોડી રહી છે તો બીજી બાજુ અમુક બાબતોને લીધે ટ્રોલ પણ થઈ રહી છે. સૌયારા ફિલ્મે માત્ર 9 દિવસમાં રૂ. 200 કરોડના કલેક્શનનો આંકડો પાર કરી દીધો છે. 18મી જુલાઈએ રિલિઝ થયેલી ફિલ્મને ઑપનિંગ કલેક્શન સારું મળ્યું હતું અને પહેલા વિકએન્ડમાં જ 100 કરોડ પાસે પહોંચી ગઈ હતી. બીજા અઠવાડિયે પણ ફિલ્મનો જાદુ એવો જ રહ્યો અને શનિવારે ફિલ્મે રૂ. 26 કરોડનું કલેક્શન કર્યું. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન રૂ. 217 કરોડ થઈ ગયું છે. સૈયારા 2025માં રિલિઝ થયેલી બીજી ફિલ્મ છે જેણે 200 કરોડનો આંકડો પાર કર્યો છે. અગાઉ વિકી કૌશલની છાવા આટલી કમાણી કરી શકી હતી. સૈયારાનો તરખાટ જોઈ પરમસુંદરી અને સરદાર-2ની રિલિઝ પાછી ઠેલાઈ છે.

આપણ વાંચો:  Happy Birthday: એન્જિનિયરિંગ છોડી અભિનેત્રી બની અને આટલી કમાણી કરી નાખી

ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ બન્ને નિવોદીત કલાકાર અહાન પાંડે અને અનીત પડ્ડા છે. બન્નએ યુવાનોમાં જબરું આકર્ષણ જણાવ્યું છે. આ સાથે ફિલ્મનું સંગીત ખૂબ જ પોપ્યુલર થયું છે. ઘણા લાંબા સમયથી લવસ્ટોરી થિયેટરોમાં જોવા ન મળી હોવાથી યુવાનોને આ ફિલ્મ ઘણી ગમી છે.

જોકે ફિલ્મ તેના માર્કેટિંગ સ્ટંટને લીધે ટ્રોલ પણ થઈ છે. થિયેટરોમાં યુવકો રડતા ને બેભાન થતાં જોવા મળ્યા છે. જેને પબ્લિસિટી માટે બનાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. જોકે કારણ જે હોય તે પણ ફિલ્મે નિર્માતાઓના ખિસ્સા ભરી દીધા છે, તે વાત નક્કી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button