ફરી આવી રહ્યા છે મેડમ સરઃ દિલ્હી ફાઈલ્સ-3માં શેફાલીને ટક્કર આપશે આ અભિનેત્રી

દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડને પોલીસ ડિપાર્ટમેન્ટની નજરથી દેશ-દુનિયા સામે રાખનારી વેબ સિરિઝ દિલ્હી ફાઈલ્સ હવે તેની 3જી સિરિઝ લઈને આવી છે. સાચી ક્રાઈમ સ્ટોરી પર આધારિત દિલ્હી ફાઈલ્સની બન્ને સિરિઝ હીટ રહી છે ત્યારે હવે ત્રીજી સિરિઝના ટ્રેલરે ફરી ધૂમ મચાવી છે.
અભિનેત્રી શેફાલી શાહ ડીપીસી વર્તિકા ચતુર્વેદીના રોલમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી ચૂકી છે. મેડમ સર તરીકે તેને સંબોધતા તેના સ્ટાફમેમ્બર્સ રાજેશ તૈલંગ (ભુપેન્દ્ર સિંહ), રસિકા દુગ્ગલ (નીતુ), જયા ભટ્ટાચાર્ય (વિમલા ભારદ્વાજ) અને અનુરાગ અરૌડા (જયરાજ સિંહ) પણ લોકોને એટલા જ યાદ છે. આ બધા કલાકારો સાથે એક બોલીવૂડ અભિનેત્રી પણ આ સિરિઝમાં જોડાઈ રહી છે.
આ પણ વાંચો : ‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મે વધારી વિવેક અગ્નિહોત્રીની મુશ્કેલી, TMCએ નોંધાવી ડિરેક્ટર-પ્રોડ્યુસર સામે FIR
આ પણ વાંચો : ધ બેંગોલ ફાઈલ્સનો વિવાદ વકરતો જાય છે, હવે આ અભિનેતાએ છેડો ફાડ્યો
આ સિરિઝ બાળ તસ્કરી અને મહિલા તસ્કરી ગિરો ચલાવતી મીના નામની બડી દીદીની ગુનાખોરી પર બની છે. મીનાનું પાત્ર નિભાવી રહી છે હુમા કુરેશી. મહારાની વેબસિરિઝમાં એકદમ બિહારી લહેકા સાથે સીએમ બનનારી હુમા એક ગિરોની બડી દીદીનું નેગેટિવ પાત્ર નિભાવી રહી છે. તેથી જોઈએ તો શેફાલીને હુમા ટક્કર આપશે. હુમા સાથે સયાની ગુપ્તા, મીચા વશિષ્ઠ, કેલી દોર્જી અને અંશુમાન પુષ્કર પણ આ સિરિઝમાં તમે દેખાશે.
આ સિઝનનું ડિરેક્શન તનુજ ચોપડાએ કર્યું છે. દિલ્હી પોલીસ માટે પડકારરૂપ એવા અલગ અલગ ક્રાઈમ કેસ આ પાંચ કે આઠ એપિસોડની સ્ટોરીમાં બતાવવામાં આવે છે. આ સિરિઝ 13મી નવેમ્બરે નેટફ્લિકસ પર રિલિઝ થશે.